તસવીર અહેવાલ
હરીશ જોશી, કપડવંજ
મહી સિંચાઈ વિભાગ દ્વારા નવો ચેકડેમ બનાવતી વખતે કોઈ કારણોસર દરવાજો કાઢી નાંખ્યો હતો
પાણીનો વેડફાટ અટક્યો હોત તો નજીકના બોર-કુવા રિચાર્જ થઈ શકે તેમ હતા
નવો ચેકડેમ બનાવ્યો છે પરંતુ તે હાલ નદીમાં ચેકડેમ છે કે ચેકડેમમાં નદી છે તે સમજાતું નથી
ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કપડવંજ નગરમાંથી પસાર થતી વરાંસી નદીમાં વ્યાપક પ્રમાણમાં પાણીની આવક થઈ છે.છેલ્લા બે દિવસથી અનારાધાર પાણી નદીમાંથી વહી રહ્યું છે.જો તેને રોકવામાં આવ્યું હોત તો કદાચ લાખ્ખો લીટર પાણીનો બચાવ થઈ શક્યો હોત અને ભુગર્ભ જળમાં વૃધ્ધિ થઈ શકી હોત.પરંતુ તંત્રની બેદરાકરીને કારણે જુના ચેકડેમનો દરવાજો કોઈપણ કારણસોર ખોલી નાંખ્યો હોય પાણી વહી જાય છે.અને નવા ચેકડેમનું નિર્માણ કર્યું છે તેમાં નદીમાં ચેકડેમ છે કે ચેકડેમમાં નદી છે તે આજે પણ દ્રશ્ય જોઈને સમજાતું નથી.આવી પરિસ્થિતિ માટે જવાબદાર કોણ તેવા અનેક પ્રશ્નો જનતાના મનમાં ઉદ્ભવી રહ્યા છે અને તંત્રની નિતિ ઉપર રોષ ઠાલવી રહ્યા છે.
અરવલ્લી જિલ્લાના વરાંસી જળાશયમાંથી ગત રોજ ઉપરવાસના ભારે વરસાદને કારણે પાણીની આવકના અનુસંધાનમાં હાઈ એલર્ટ સ્ટેજમાં તથા રૂલ લેવલ જાળવવા માટે ૧૫૦૦ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું.જેથી વરાંદી નદી બે કાંઠે વહી રહી છે.અલબત્ત કપડવંજ નગરપાલિકા દ્વારા વર્ષો પહેલા બનાવેલ ચેકડેમનો એક દરવાજો સિંચાઈ વિભાગ દ્વારા નગરપાલિકાની કોઈપણ પ્રકારની મંજુરી લીધા વગર કાઢી નાંખવામાં આવ્યો હતો. જેને કારણે હજ્જારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.જ્યારે નવો ચેકડેમ તો નદીમાં કઈ જગ્યાએ છે તે પાણીના વ્યાપક સ્ત્રોતને કારણે દેખાતો જ નથી.સદર નવીન ચેકડેમ માટે ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરવામાં આવી હતી.અલબત્ત સિંચાઈ વિભાગ દ્વારા ચોમાસા પછી ચેકડેમનું લેવલ વધારવામાં આવનાર હોય તેમ જાણવા મળ્યું છે.પરંતુ તંત્રની ભુલના કારણે ચાલુ સાલે પાણીનો વ્યાપક પ્રમાણમાં વેડફાટ થઈ રહ્યો છે.કપડવંજ પંથકમાં આજે દિવસ દરમિયાન ૩૭મી.મી. વરસાદે સાથે મોસમનો કુલ વરસાદ ૧૦૯૩ મી.મી. વરસાદ સરકારી દફતરે નોંધાયો છે. દિવસ દરમિયાન વરસાદી ઝાપટા પડ્યા હતા.અને હજુ પણ વરસાદી માહોલ છવાયેલો છે.
