સત્ય વિચાર દૈનિક

કપડવંજના સુપ્રસિદ્ધ વહાણવટી ધામ ખાતે નવરાત્રીના સાતમ , આઠમ અને નોમના દિને મેળો ભરાશે

કપડવંજના સુપ્રસિદ્ધ વહાણવટી ધામ ખાતે નવરાત્રીના સાતમ , આઠમ અને નોમના દિને મેળો ભરાશે

અહેવાલ તસવીર – જયદીપ દરજી 

શ્રી વહાણવટી ધામ ઘડિયા ખાતે માનતા અને બાધાના હજારો  ગરબાથી ડુંગર બન્યો

ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાનાં ઘડિયા ગામ જે શ્રી વહાણવટી માતાજીનું ભવ્ય અને પૌરાણિક મંદિર આવેલ છે. કપડવંજ તાલુકાના ઘડિયા ગામે વહાણવટી માતાજી મંદિરે દર વર્ષની જેમ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ લોકમેળો ભરાશે જેમાં અહીં આઠમે મહત્વ ખૂબ હોય છે જેમાં વિવિધ માનતા અને બાધાના ગરબાના ઢગલાનો નાનો ડુંગર સર્જાય છે. બીજા વર્ષે આઠમે નવા આવતાં માતાજીના ગરબાથી આગલા વર્ષનો ડુંગર આપોઆપ સમાઇ જાય છે અને નવા ગરબાઓનો નવો ડુંગર અહીં એક જ દિવસમાં આવતા હજારો બાધાનો ગરબાથી ફરી નવો ગરબાનો ઢગ જાણે ડુંગરની જેમ ઉપસી આવે છે. આ પરંપરા કેટલાય વરસોથી ચાલી આવે છે. ત્રણ દિવસીય મેળામાં અંદાજિત 50,000 જેટલા ભક્તો દર્શને આવતા હોય છે

.

 

રોડનું કામકાજ મંથર ગતિએ ચાલતાં રાહદારીઓ પરેશાન

લગભગ અંદાજિત અઢી વર્ષથી તૈયબપુરા કપડવંજ થી નાનીઝેર સુધીના 16 કિલોમીટર જેટલો રોડ બનાવવામાં લાંબો સમય વિત્યો હોવા છતાં હજી પણ કામ પૂર્ણ થયું નથી.હજી નાનીઝેર તરફ રોડનું કામ ચાલુ કરાયેલ નથી તેથી ગ્રામજનો પણ રોડ બનશે કે નહીં તેવા સવાલો ઉઠાવી રહ્યા છે, ખરેખર કેટલે સુધી બનશે તે વિષયથી અજાણ હોવાથી સુવિધાથી વંચિત તો નહીં રહે તેવી શંકા કુશંકા ઊભી થઈ છે.

હાલમાં ઘડિયા ગામમાં આર સી સી રોડનું કામકાજ ચાલી રહ્યું છે પણ રોડની ઊચાઇ હોવાથી બાજુમાં જો યોગ્ય પૂરણ કરવાંમાં નહીં આવે તો ટ્રાફિકની સમસ્યા સર્જાશે અને અકસ્માત થવાની પૂરેપુરી શક્યતા રહેલી દેખાઈ આવે છે. તો સત્વરે માર્ગ અને મકાન વિભાગના અધિકારિઑ આ બાબતની ગંભીરતા સમજીને વધુમાં વધુ કામદારો સાથે કામગીરી એજન્સી પાસે કરાવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.

 

ઘડિયા ધામ ખાતે ખેડા ,મહીસાગર , અરવલ્લી ,અમદાવાદ ,ગાંધીનગર અને સાબરકાંઠા ના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તો અને શ્રધ્ધાળુઓ આવતા હોય છે. ઘડિયા ગામને જોડતા મોટા ભાગના રસ્તાઓ હાલ વરસાદને કારણે તેમજ માર્ગ અને મકાન વિભાગની બેદરકારીને કારણે વાહન ચાલકો , પદયાત્રીઓને હાલાકી ભોગવવાનો વારો આવશે તે દેખાઈ આવે છે. કપડવંજ તાલુકાના વહીવટી તંત્ર દ્વારા પણ જો સ્થળની મુલાકાત લેવામાં આવે તો પરિસ્થિતિમાં સુધારો લાવવા કઈક ઝડપી આયોજન થઈ શકે તેમ છે.રસ્તાઓ પર જંગલ કટિંગ કરવામાં આવે છે કે નહીં તે પણ એક મોટો સવાલ ઊભો થયો છે.

 

મુખ્ય માર્ગ મોટીજેર , વઘાસ , ડેમાઈ, ઝંડા તરફથી આવતા માર્ગો પર પડેલા ખાડાઓ ઝડપભેર પૂરવાની કામગીરી હાથ ધરાય તેવી પ્રજાની માંગણી છે તેમજ અમુક દૂર અંતરે પાર્કિંગની સગવડ કરવામાં આવે તો ભક્તો આરામથી મેળાનો આનંદ અને દર્શનનો લ્હાવો લઈ શકે તેમ છે. પાર્કિંગના સ્થળે લાઈટની સગવડ કરવી જોઈએ જેથી વરસાદી માહોલ સર્જાય તો કોઈ તકલીફ પડે નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!