અહેવાલ તસવીર , હરીશ જોશી કપડવંજ
નંદપ્રયાગ રોડ પર ભૂસ્ખલન થતા સવારના 5:30 વાગ્યાના રોડ પર ફસાયા હોવાના સમાચાર
કપડવંજથી 50 થી વધુ લોકો બદ્રીનાથ કપડવંજના કથાકાર વિનોદકુમાર શાસ્ત્રીની કથામાં ભાગ લેવા ગયા છે. જ્યાં ગઈકાલે 33 લોકો કેદારનાથ દર્શન કરવા ગયા હતાં. ત્યાંથી બદ્રીનાથ પરત ફરતા સવારે ભૂસ્ખલન થયું. સૌ સલામત હાલ ચિંતાનું કોઈ કારણ નથી, ત્રણ જેસીબી દ્વારા રોડ ક્લિયર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ બનાવ અંગે ખેડા સાંસદ
સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કપડવંજ ધારાસભ્ય રાજેશ ઝાલાને જાણકારી મળતા
જોશીમઠમાં ફસાયેલ પ્રવાસીઓનો ટેલીફોનિક સંપર્ક કરી મદદ કરવા ખાતરી આપી હતી. તેમજ કપડવંજના પ્રાંત અધિકારી ઝાલાએ પણ ટેલિફોનીક સંપર્ક કરી જરૂર હોય તો મદદ કરવા જણાવ્યું હતું.
હરીશ જોશી ,
કપડવંજ
