સત્ય વિચાર દૈનિક

ખેડા જિલ્લાના કપડવંજ સેશન્સ કોર્ટ દ્વારા NDPS (નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીસ) કેસમાં બે આરોપીઓને 14 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી

રાજસ્થાન,બાંસવાડાના રહેવાસી રઈશ મહંમદ અને ગુજરાત, અમદાવાદના રહેવાસી ફૈયાઝ અહેમદને આ સજા સંભળાવવામાં આવી

કોર્ટે ગેરકાયદેસર માદક દ્રવ્યોની હેરાફેરીના ગંભીર ગુના બદલ આ બંને આરોપીઓને સજાની સાથે દંડ પણ ફટકાર્યો


મેફેડ્રોનથી પણ ઉચ્ચ લેવલનું
” 4 M E C ”   નામનું  ડ્રગ્સ મળી આવ્યુ હતું જે M D ડ્રગ્સથી પણ વધુ ખતરનાક હોવાનું તપાસમાં ખુલ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં NCB ગુન્હાની તપાસમાં “4 M E C ” ડ્રગ્સ બાબતે સજા કરતો ગુજરાતનો પ્રથમ ચુકાદો કપડવંજ સેશન્સ કોર્ટે સંભળાવ્યો

NCB અધિકારીને મળેલી બાતમીને આધારે અમદાવાદ ઇન્દોર હાઈવે પરથી પસાર થતી બસમાંથી
વર્ષ ૨૦૨૩ માં પીઠાઈ ટોલનાકા પાસેથી  આરોપીને એક કિલો ચૌદ ગ્રામ મેકડ્રોન ઝડપ્યું હતું.

ડ્રગ્સ સાથે ઝડપાયેલ રઈશ મહમદંની પૂછપરછ કરતાં અમદાવાદ વટવાના ફૈયાઝ અહેમદને આપવા જતો હોવાનું કબૂલ્યું હતું.ત્યાર બાદ NCB ટીમ દ્વારા ફૈયાઝ અહેમદના ઘરે રેડ કરતાં વધુ ૪૬૪ ગ્રામ મેફેડ્રોન મળી આવ્યું હતું
આમ , કુલ બંને આરોપી પાસેથી
એક કિલો ૪૬૮ ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપ્યું હતું.

કપડવંજ કોર્ટના જજ કમલેશભાઈ પટેલે આપેલ ચુકાદામાં છેલ્લા પાંચ વર્ષમાં સિત્તેર હજાર કરોડનું પકડાયું છે જે જોતા ગુજરાત માદક પદાર્થોનું હબ બનતી હોવાનું પણ જણાવ્યું હતું.તેમજ ગૃહ વિભાગ અને તપાસ એજન્સીઓ દ્વારા ૧૭૮૬ કેસોમાં ૮૭૬૦૫  કિલો માદક પદાર્થો કબ્જે કર્યાનું પણ ચુકાદામાં લખ્યું હતું.

કપડવંજના સરકારી વકીલ મિનેષ આર.પટેલની ધારદાર રજૂઆત અને પુરાવાને આધારે સજા ફટકારવામા આવી.બંને આરોપીને ૧૪ વર્ષની સખત કેદ, એક લાખ રૂપિયા પ્રત્યેક આરોપીને દંડ તેમજ દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી સજા કોર્ટે સંભળાવી છે.

જયદીપ દરજી
હરીશ જોશી
કપડવંજ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!