બેંક ઓફ બરોડાની લીડ બેંક પહેલ હેઠળ તથા નાણાકીય સમાવેશના સતત પ્રયાસોના ભાગરૂપે, જિલ્લા પ્રશાસનના માર્ગદર્શન અને સહયોગથી લીડ બેંક – બેંક ઓફ બરોડાના નેતૃત્વમાં ખેડા જિલ્લામાં મેગા નાણાકીય સમાવેશ કેમ્પનું આયોજન કરવામાં આવનાર છે.
આ મેગા નાણાકીય સમાવેશ કેમ્પનું આયોજન તા. 22-12-2025ના રોજ બપોરે 2:00 વાગ્યે, બીએપીએસ સ્વામિનારાયણ મંદિર, નડિયાદ ખાતે કરવામાં આવશે.
આ પ્રસ્તાવિત મેગા કેમ્પમાં ખેડા સાંસદ, ધારાસભ્ય, નડિયાદ, મ્યુનિસિપલ કમિશનર, નડિયાદ, જિલ્લા વિકાસ અધિકારી (DDO), ખેડા, ઝોનલ હેડ, બેંક ઓફ બરોડા, અમદાવાદ, અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ, વિવિધ બેંકોના પ્રતિનિધિઓ તથા જિલ્લાભરના લાભાર્થીઓ ઉપસ્થિત રહેવાના છે. આશરે 1,000 લાભાર્થીઓ મેગા કેમ્પમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અંતિમ વ્યક્તિ સુધી બેંકિંગ સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવી તથા સરકાર પ્રાયોજિત નાણાકીય યોજનાઓની અસરકારક અમલવારી કરવાનું છે.
કેમ્પ દરમિયાન નીચે દર્શાવેલ યોજનાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે:
• પીએમ સ્વનિધિ (PM SVANidhi)
• પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)
યોગ્ય લાભાર્થીઓને સ્થળ પર માર્ગદર્શન, અરજી પ્રક્રિયામાં સહાય તથા વિવિધ બેંકિંગ સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. નાના વેપારીઓ, રસ્તા પર વ્યવસાય કરતા વ્યાપારીઓ અને માઇક્રો ઉદ્યોગસાહસિકોને સહાયરૂપ થવા માટે બેંકો દ્વારા નવા ધિરાણ મંજૂરીઓ તથા બાકી કેસોના ઝડપી નિકાલ માટે પણ પ્રયાસ કરવામાં આવશે.
લીડ બેંક – બેંક ઓફ બરોડા દ્વારા જિલ્લા સ્તરે નાણાકીય સમાવેશના લક્ષ્યો સિદ્ધ કરવા માટે પોતાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે.

