સત્ય વિચાર દૈનિક

કપડવંજ ટાઉન પોલીસે દહેગામના બે ગંભીર ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો

કપડવંજ ટાઉન પોલીસે દહેગામના બે ગંભીર ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો

અહેવાલ તસવીર : હરીશ જોશી, કપડવંજ

કપડવંજ ટાઉન પોલીસે દહેગામના બે ગંભીર ગુનામાં નાસતા ફરતા રીઢા આરોપીને ઝડપી પાડ્યો
નદી દરવાજા પાસે બાતમીના આધારે વોચ ગોઠવી ૩૩ વર્ષીય શખ્સને દબોચી લેવાયો: દહેગામના બહિયલનો શખ્સ લાંબા સમયથી પોલીસને થાપ આપતો હતો.

કપડવંજ

કપડવંજ ટાઉન પોલીસની ટીમને ગુનેગારોને ડામી દેવામાં મોટી સફળતા મળી છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ પોલીસ મથકના બે જેટલા ગંભીર ગુનાઓમાં લાંબા સમયથી નાસતા ફરતા એક આરોપીને કપડવંજ પોલીસે નદી દરવાજા વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે.
મળતી વિગતો અનુસાર, કપડવંજ ટાઉન પોલીસને ગુપ્ત બાતમી મળી હતી કે દહેગામ પોલીસ સ્ટેશનનો એક વોન્ટેડ આરોપી કપડવંજ તરફ આવનાર છે. જે બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક એક્શન મોડમાં આવી નદી દરવાજા પાસે સઘન વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન બાતમી મુજબનો શંકાસ્પદ શખ્સ જણાઈ આવતા પોલીસે તેને અટકાવી પૂછપરછ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ શખ્સ સદ્દામહુસેન ઉર્ફે સચીન ઈકબાલહુસેન ખલીફા (ઉં.વ. ૩૩, રહે. બહિયલ, તા. દહેગામ, જિ. ગાંધીનગર) હોવાનું ખુલ્યું હતું. આ આરોપી દહેગામ પોલીસ મથકના બે અલગ-અલગ ગંભીર ગુનાઓમાં વોન્ટેડ હતો અને લાંબા સમયથી ધરપકડ ટાળવા નાસતો ફરતો હતો. કપડવંજ પોલીસે હાલ આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ અંગે દહેગામ પોલીસને જાણ કરી આરોપીનો કબજો સોંપવાની તજવીજ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!