સત્ય વિચાર દૈનિક

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ. એન. ગડકરીના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી

મહીસાગર જિલ્લા ન્યાયાલય ખાતે પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ એમ. એન. ગડકરીના અધ્યક્ષસ્થાને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ની ભવ્ય ઉજવણી

અહેવાલ તસવીર વિજય જોશી , મહીસાગર

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે મહીસાગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લુણાવાડા સ્થિત જિલ્લા ન્યાયાલય ખાતે વિવિધ જાગૃતિલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ  એમ. એન. ગડકરીના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો.

કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રમાં પ્રભાવશાળી યોગદાન આપનાર મહિલાઓના જીવન અને સંઘર્ષ પર આધારિત એક પ્રેરણાદાયી જાગૃતિ ફિલ્મ નિહાળવામાં આવી હતી. આ ફિલ્મ દ્વારા ઉપસ્થિત મહિલાઓને સમાજમાં મહિલાઓના મહત્વપૂર્ણ યોગદાન અને શક્તિનો પરિચય કરાવવામાં આવ્યો હતો.

આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ જજ  એમ. એન. ગડકરીએ મહિલાઓને પ્રેરણા આપતા જણાવ્યું હતું કે,”મહિલાઓ સમાજનું અભિન્ન અંગ છે. આજના યુગમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં પોતાની કાબેલિયત સાબિત કરી રહી છે. કાયદાકીય જાગૃતિ અને શિક્ષણ દ્વારા મહિલાઓ વધુ સશક્ત બની શકે છે.” તેમણે મહિલાઓને પોતાના અધિકારો પ્રત્યે સજાગ રહેવા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી પ્રસંગે કિસાન માધ્યમિક સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ન્યાયાલયના પ્રાંગણમાં આકર્ષક ચિત્રો દોરી જાગૃતિનો સંદેશ ફેલાવ્યો હતો.ઉપસ્થિત મહિલા કર્મચારીઓ, વકીલઓ અને પોલીસ કર્મચારીઓ માટે વિનામૂલ્યે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો તેમજ મહિલાઓને લગતા કાયદાઓ અને તેમની સુરક્ષા વિશે નિષ્ણાતો દ્વારા વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.

  આ કાર્યક્રમમાં ફેમિલી જજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ, પ્રિન્સીપાલ સીનિયર સિવિલ જજ તેમજ એડિશનલ સિવિલ જજ અને બાર એસોસિએશન પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ડિસ્ટ્રિક્ટ કોર્ટના મહિલા કર્મચારીઓ, પેરા લીગલ વોલેન્ટીયર્સ, મહીસાગર બારના મહિલા વકીલઓ તથા મહિલા હોમગાર્ડ અને પોલીસ કર્મચારીઓએ પણ હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!