ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ: રેલવે કર્મચારીના ક્વાર્ટરમાંથી ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી, ૩ ઝડપાયા અને ૭ ફરાર

ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ પણ બુટલેગરો બેફામ: રેલવે કર્મચારીના ક્વાર્ટરમાંથી ઝડપાઈ નકલી દારૂની ફેક્ટરી, ૩ ઝડપાયા અને ૭ ફરાર


ભાવનગર શહેરમાં ૧૪ નિર્દોષ નાગરિકોનો ભોગ લેનાર લઠ્ઠાકાંડને હજુ મહિનો પણ વીત્યો નથી, ત્યાં બુટલેગરોએ ફરી માથું ઊંચક્યું છે. હાદાનગર વિસ્તારમાં આવેલી રેલવે કોલોનીના સરકારી ક્વાર્ટરમાં મોટાપાયે નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ચાલી રહી હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને બોરતળાવ પોલીસે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું.
દરોડા દરમિયાન પોલીસે રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ, તેના ભાગીદાર વિજય મકવાણા અને કર્મચારી જીતેન્દ્ર ખાવડીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. સ્થળ પરથી ‘રોયલ સ્ટેગ’ બ્રાન્ડની સીલપેક બોટલો, બ્રાન્ડેડ સ્ટીકરો, ઢાંકણા ફીટ કરવાનું પ્રેશર મશીન, રીંગ સીલ મશીન અને ૫૦ લિટર ક્ષમતાવાળા કેમિકલના કેરબા સહિત કુલ ₹૧,૦૦,૯૪૦નો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.

* ઝડપાયેલા આરોપી:
   * અક્ષયરાજસિંહ ગોહિલ (રેલવે કર્મચારી, ભાવનગર)
   * વિજય ઉર્ફે મયંક મકવાણા (ભાવનગર)
   * જીતેન્દ્ર ખાવડિયા (ભાવનગર)
* ફરાર આરોપીઓ (શોધખોળ ચાલુ):
   * રામદેવસિંહ ઝાલા (મોરબી)
   * અર્જુનસિંહ સોઢા
   * સૂર્યપ્રતાપસિંહ રાઠોડ (બ્યાવર, રાજસ્થાન)
   * અજીતસિંહ ઉર્ફે બન્ના રાઠોડ (રાજસ્થાન)
   * શક્તિસિંહ રાયજાદા (ખાંટડી, ભાવનગર)
   * ભાવેશ સોલંકી (ભાવનગર)
   * શરદ ચાવડા (ભાવનગર)

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!