
ભુજમાં ટેકનીકલ આસીસ્ટન્ટ અને ગ્રામ સેવકે રૂ. 40,000 ની લાંચની કરી હતી માંગણી, ACB ના હાથે ગ્રામ સેવક ઝડપાયો .
આ કામના ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓની મકાન બનાવવા સારૂ મળવાપાત્ર સહાયની અરજી ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરી હતી.
આ કામના ફરીયાદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પોતાની તથા તેના સંબધીઓની મકાન બનાવવા સારૂ મળવાપાત્ર સહાયની અરજી ભુજ તાલુકા પંચાયત કચેરી ખાતે કરી હતી. જે અરજી સહાય બાબતે આ કામના ફરિયાદીએ આરોપી વિશાલ ભરતભાઈ જોષી, ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત), પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તાલુકા પંચાયત ભુજને રૂબરૂ મળ્યા હતા, તેઓએ આ સહાય માટે જરૂરી ટેકનીકલ કાર્યવાહી કરી આપવા માટે રૂ.40,000 ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી, આ લાંચની રકમ બાબતે આરોપી વિશાલ ભરતભાઈ જોષી, ટેકનીકલ આસીસ્ટન્ટ (કરાર આધારિત) ને દર્શન વિષ્ણુભાઈ પટેલ, ગ્રામ સેવક પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) ને મળવા માટે જણાવ્યું હતું.
જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોવાથી તેઓએ ભુજ એસીબીનો સંપર્ક કરીને પોતાની ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપી વિશાલ ભરતભાઈ જોષીએ ફરિયાદીને ફોન પર આરોપી દર્શન વિષ્ણુભાઈ પટેલને મળી આ લાંચની રકમ આપી દેવા જણાવ્યું હતું. જે થયેલ વાતચીત આધારે ફરિયાદીએ આરોપી દર્શને પટેલને વિશાલ વતી રૂ.40,000 ની લાંચ તાલુકા પંચાયત કચેરી, ભુજ સ્વીકારતા ઝડપી પાડ્યા હતા. આરોપી વિશાલ હાજર મળી આવેલ નથી.
ટ્રેપીંગ અધિકારી : એલ.એસ.ચૌધરી,
પોલીસ ઇન્સપેકટર,
ભૂજ એ.સી.બી. પો.સ્ટે. તથા સ્ટાફ
સુપર વિઝન અધિકારી : કે.એચ.ગોહિલ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. બોર્ડર એકમ, ભુજ.