સત્ય વિચાર દૈનિક

એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અર્થશાસ્ત્રી તેમજ ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની 133 મી જન્મજયંતિ

એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અર્થશાસ્ત્રી તેમજ ભારત રત્ન  ડૉ.બાબાસાહેબ આંબેડકરની  133 મી જન્મજયંતિ


ડૉ.બાબાસાહેબ આંબેડકરનું  બંધારણ આજે પણ વિશ્વમા શ્રેષ્ઠ બંધારણ ગણાય છે.
બાબાસાહેબ શ્રમિકોની વચ્ચે જઈને તેમની સમસ્યાનું સમાધાન લાવતા હતા

        14 એપ્રિલ 1891 ના રોજ જન્મેલા બાબાસાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ આ વર્ષે દેશભરમા ગૌરવભેર ઉજવવામાં આવી રહી છે.

         બાબાસાહેબ આંબેડકર ‌‍(મૂળ નામ ભીમરાવ રામજી આંબેડકર) (૧૪ એપ્રિલ ૧૮૯૧ – ૬ ડિસેમ્બર ૧૯૫૬) એક કાયદાશાસ્ત્રી, રાજનેતા, તત્વચિંતક, નૃવંશશાસ્ત્રી, ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી તેમજ અનેક વિષયના જ્ઞાતાતરીકે સૌ કોઈ એમને ઓળખે છે . તેઓ ડૉ. બાબાસાહેબ આંબેડકર ના હુલામણા નામથી પણ જાણીતા છે. તેઓએ ભારતમાં બૌદ્ધ પુનર્જાગરણ આંદોલનની શરૂઆત કરી હતી.
તેઓ ભારતના પ્રથમ કાયદામંત્રી હતા. તેમને મરણોપરાંત ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી ૧૯૯૦માં નવાજવામા આવ્યા હતા.

       ડૉ.બાબાસાહેબને તેમના ઘડેલા શ્રેષ્ઠ બંધારણ માટે ખાસ યાદ કરવામાં આવે છે.ડૉ.બાબાસાહેબ આંબેડકરનું બંધારણ આજે પણ વિશ્વમા શ્રેષ્ઠ બંધારણ ગણાય છે. તેમના મહત્વના યોગદાન માટે 31 માર્ચ 1990 ના રોજ તેમને મરણોત્તર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. તેમણે માત્ર આઝાદીની લડતમાં જ મહત્ત્વની ભૂમિકા નહોતી નિભાવી, પરંતુ સમગ્ર રાષ્ટ્ર માટે બંધારણ ઘડવાની જવાબદારી પણ લીધી. તેમણે સમાજમાં જાતિ વ્યવસ્થા અને ગેરવર્તનને ખતમ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું માનવું હતું કે તમામ જ્ઞાતિના લોકોને સમાન અધિકાર મળવા જોઈએ જેથી કોઈ પણ રીતે ભેદભાવ ન થાય. તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ હિલચાલમાં પણ ભાગ લીધો. બાબાસાહેબ આંબેડકરને તેમના જીવનમાં ખૂબ ત્રાસ સહન કરવો પડ્યો હતો, પરંતુ તેમણે ક્યારેય કમજોર વ્યક્તિનો સાથ છોડ્યો નહીં. આ જ કારણ છે કે તેઓ હજી પણ લોકોના હૃદયમાં જીવિત છે. આજે પણ તે જ આદર સાથે તેમને યાદ કરવામાં આવે છે.બાબાસાહેબ શ્રમિકોની વચ્ચે જઈને તેમની સમસ્યાનું સમાધાન લાવતા હતા

      તેમની જન્મજયંતિની દેશ-વિદેશમાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસે લોકોને બાબાસાહેબની કૃતિઓ વિશે કહેવામાં આવે છે. એટલું જ નહીં, સ્થળે સ્થળોએ કાર્યક્રમો યોજીને સમાજમાં દુષ્કર્મો દૂર કરવા અપીલ પણ કરવામાં આવે છે. શેરીઓમાં શેરી નાટકો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવે છે. આ ઉપરાંત ચર્ચા-વિચારણા અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે.

      ભારત રત્ન ડૉ. આર.આંબેડકર જીવનના 65 વર્ષમાં વિવિધ ક્ષેત્રે , સામાજિક , આર્થિક, રાજકીય , શૈક્ષણિક , ધાર્મિક , ઐતિહાસિક , સાંસ્કૃતિક , સાહિત્યિક, ઔદ્યોગિક , બંધારણીય વગેરેમાં અસંખ્ય કાર્યો કરીને રાષ્ટ્ર નિર્માણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.

બાબાસાહેબ આંબેડકર એક સમયે શ્રમમંત્રી પણ રહ્યા હતા. તેઓ એકમાત્ર શ્રમ પ્રધાન હતા જેમણે કામદારોની વચ્ચે જઈને કામદારોની વ્યવહારિક મુશ્કેલીઓ સમજી અને તેના નિરાકરણો શોદ્યા. તેમણે મજૂરોને વીમો અને મહિલા મજૂરોને સમાન વેતન અને વધારાની પ્રસૂતિ રજા આપવાની વાત કરી. શ્રમજીવીઓ માટે પણ અનેક હિતકારી કાર્ય કરનાર નેતા બાબાસાહેબ આંબેડકરની અત્યારના સમયમાં જરૂર વર્તાઈ રહી છે. કોરોનાની મહામારીના સમયમાં જ્યારે મજૂર અને નાના વેપારીઓની હાલત કથળી રહી છે ત્યારે નિષ્ણાતો બાબાસાહેબની નીતિઓને અચૂક યાદ કરતા રહે છે..

   ડૉ.આંબેડકર એક રાજકારણી, સમાજ સુધારક અને ઈકોનોમિસ્ટ પણ હતા. એમણે દલિતો, મહિલાઓ અને મજુરોને થતાં અન્યાય સામે અભિયાન ચલાવ્યું હતું.

    ભારતના બંધારણમાં બાબા સાહેબ આંબેડકરનો ખૂબ જ મોટો ફાળો છે. 1946માં જ્યારે વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવીને ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા હતા ત્યારે પહેલી વાર તેમણે તત્કાલીન ભારતના દલિત સમાજના પ્રશ્નોને સરકાર સમક્ષ રજૂ કર્યા હતા. 1947માં ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા.

   આંબેડકર પોતે એક દલિત પરિવારના હતા જેમને સ્પર્શ કરવાનો અધિકાર પણ આપવામાં આવતો ન હતો. એવા કાદવમાં તેઓ કમળ બનીને બહાર આવ્યા હતા. ભારતરત્ન ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891માં મધ્યપ્રદેશના મહુ ખાતે અછૂત ગણાતા મહાર પરિવારમાં થયો હતો.
ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે ભારતના ઇતિહાસમાં સૌ પ્રથમ વાર છૂત અને અછૂતની માન્યતા સામે અવાજ ઉઠાવ્યો હતો.

  આંબેડકર પોતે એક દલિત પરિવારના હતા જેમને સ્પર્શ કરવાનો અધિકાર પણ આપવામાં આવતો ન હતો. એવા કાદવમાં તેઓ કમળ બનીને બહાર આવ્યા હતા. ભારતરત્ન ભીમરાવ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ, 1891માં મધ્યપ્રદેશના મહુ ખાતે અછૂત ગણાતા મહાર પરિવારમાં થયો હતો.

   બાબા સાહેબ આંબેડકરનું મૂળ નામ ભીમરાવ હતું. તેમના પિતા શ્રી રામજી વાલદ માલોજી સકપાલ મહો મેજર સુબેદારના હોદ્દા પર સૈન્ય અધિકારી હતા. તેમણે અને તેમની પત્ની ભીમાબાઈએ તેમની સેવાનું છેલ્લું વર્ષ કાલી પલ્ટન ખાતેના જન્મસ્થળ સ્મારક સ્થળની બેરેકમાં વિતાવ્યું. ભીમરાવનો જન્મ 1891 માં 14 એપ્રિલના દિવસે બપોરે 12 વાગ્યે થયો હતો, જયારે રામજી સુબેદાર ફરજ પર હતાં. બાળકનો પ્રારંભિક સમય કબીર પંથી પિતા અને ધર્મ પ્રરાયણ માતાના ખોળામાં શિસ્તબધ્ધ હતો.
          બાળક ભીમરાવનું પ્રાથમિક શિક્ષણ દપોલી અને સાતારામાં થયું હતું. તેમણે બોમ્બેની એલ્ફિનસ્ટન સ્કૂલમાંથી 1907 માં મેટ્રિક ની પરીક્ષા પાસ કરી હતી. અમેરિકાની કોલમ્બિયા યુનિવર્સીટીમાંથી પી.એચ.ડી. ડિગ્રી , તેમના પી.એચ.ડી.સંશોધનનો વિષય હતો, ‘ બ્રિટીશ ભારતમાં પ્રાકૃતિક નાણાનું વિકેન્દ્રીકરણ.’
તેમણે 2 વર્ષ 11 મહિના અને 17 દિવસની સખત મહેનત દ્વારા સમાનતા , બંધુત્વ અને માનવતા પર આધારિત ભારતીય બંધારણની તૈયારી કરી અને રાષ્ટ્રીય એકતા માટે દેશના તમામ નાગરિકોને 26 નવેમ્બર 1949 ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ. અખંડિતતા અને પ્રતિષ્ઠા ગૌરવની સંસ્કૃતિ એ ભારતીય સંસ્કૃતિને છલકાવી દીધી. 1951 માં તેમણે મહિલા સશક્તિકરણ ની હિન્દુ સહિતા પસાર કરાવવાનો પ્રયાસ કર્યો અને જો પાસ ન થયો તો સ્વતંત્ર ભારતના પ્રથમ કાયદા પ્રધાન તરીકે રાજીનામું આપ્યું. વર્ષ 1955 માં , ભાષાકીય રાજ્યો પર તેમની ગ્રંથ પ્રકાશિત કરીને , આંધ્રપ્રદેશ , મધ્યપ્રદેશ, બિહાર,ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્ર ને નાના અને વ્યવસ્થાપિત રાજ્યોમાં ફરીથી ગોઠવવાની દરખાસ્ત કરવામાં આવી, જે 45 વર્ષ પછી કેટલાંક રાજ્યોમાં સાચી પડી.

      આંબેડકરના પિતાનું નામ રામજીભાઇ માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઇ હતું. માત્ર છ વર્ષની ઉંમરે ભીમરાવે તેમના માતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાળપણથી જ તેઓ હોશિયાર હતા. તેમની સાચી અટક સકપાલ હતી પણ તેમના સ્કૂલના એક શિક્ષકે તેમની અટક બદલીને આંબેડકર કરી નાખી હતી.

       અત્રે ઉલ્લેખનીય છે કે ભારતનું બંધારણ કાંઈ રાતોરાત ઘડાઈ ગયું નથી. પંડિત મોતીલાલ નહેરૃએ એક રિપોર્ટ તૈયાર કર્યો હતો, તે પછી ભારતના બંધારણ માટેની હિલચાલ શરૂ થઈ હતી. તે પછી વર્ષ ૧૯૪૦ ની ‘ઓગસ્ટ ઓફર’ અને વર્ષ ૧૯૪૬ ની કેબિનેટ મિશન યોજના પછી બંધારણસભાની રચના થઈ હતી. બંધારણસભા માટે થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસે બહુમતી મેળવી, પરંતુ મુસ્લિમ લીગે બંધારણસભાનો બહિષ્કાર કરતા બ્રિટિશ પાર્લામેન્ટે બે બંધારણસ ભાઓની રચના કરવાનું ઠરાવ્યું, અને અહીંથી ભારત-પાક.ના અલગ-અલગ બંધારણના મૂળ પડી ગયા. ભારતના ભાગલા પડતા બંધારણસભાના ૬૯ સભ્યો પાકિસ્તાની બંધારણસભામાં જોડાયા, જ્યારે ચાર મુસ્લિમ પ્રતિનિધિઓ ભારત સાથે રહ્યા. ભારતમાં તે પછી મુસ્લિમ લીગ વચગાળાની સરકારમાં પણ જોડાઈ. બંધારણ સભાના પ્રમુખ ડો. રાજેન્દ્રપ્રસાદે તક આપતા ડો. આંબેડકરે કરેલા ઐતિહાસિક પ્રવચન પછી બંધારણ ઘડવાની પ્રક્રિયાને વેગ મળ્યો.

     ડો. આંબેડકરના સૂચન મુજબ બંધારણ સભાએ ૧૩ સમિતિઓ રચી, જેમાં ડ્રાફ્ટીંગ કમિટીના પ્રમુખ તરીકે ડો. આંબેડકરની વરણી તા. ર૯ ઓગસ્ટ ૧૯૪૭ ના થઈ. આ સમિતિમાં કનૈયાલાલ મુનશી, અલ્લાદી કૃષ્ણસ્વામી ઐયર, સૈયદ મહંમદ અબ્દુલ્લા, એન. ગોપાલસ્વામી આયંગર, ડી.પી. ખૈતાન અને બી.એલ. ચિત્તર જેવા દિગ્ગજ સભ્યો હતાં. તે સમયે ભારતને આઝાદી મળી ગઈ હતી, અને પ્રથમ પ્રધાનમંડળમાં કાયદામંત્રી ઉપરાંત બંધારણનો ડ્રાફ્ટ ઘડવાની જવાબદારી ડો. આંબેડકર પર આવી પડી હતી, જે ડો. આંબેડકરે ભારે પરિશ્રમ કરીને નિભાવી હતી. બંધારણસભામાં ડો. આંબેડકરે તા. રપ નવેમ્બર ૧૯૪૯ ના ડો. આંબેડકરની પ્રશંસા થઈ, અને તે પછી રાષ્ટ્રપતિને ભારતીય બંધારણ સુપ્રત થયું.

     ભારતીય બંધારણ જડ અને સંકૂચિત ન રહે તે માટે જરૃર પડ્યે બંધારણીય સુધારાની જોગવાઈ પણ એ બંધારણમાં જ થઈ હતી, તેથી આઝાદી મળ્યા પછી અસંખ્ય સુધારાઓ બંધારણમાં થયા છે.

     વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે હું તેમને વંદન કરું છું.આ દેશ તેમના માટે હંમેશા બંધારણ બંધુ તરીકેના યોગદાન માટે હંમેશા ઋણી રહેશે.આધુનિક ભારતનો પાયો નાખવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.બાબા સાહેબ ની પ્રેરણાથી આપણે એક જ પાયા પર નવું ભારત બનાવી રહ્યાં છીએ.કાયદા અને ન્યાય પ્રધાન હતા. ભારતીય બંધારણના પિતા અને ભારતના પ્રજાસત્તાકના ઘડ્વૈયામાં એક હતાં.ડૉ. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ પ્રસંગે હું તેમને વંદન કરું છું.આ દેશ તેમના માટે હંમેશા બંધારણ બંધુ તરીકેના યોગદાન માટે હંમેશા ઋણી રહેશે.આધુનિક ભારતનો પાયો નાખવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી છે.બાબા સાહેબ ની પ્રેરણાથી આપણે એક જ પાયા પર નવું ભારત બનાવી રહ્યાં છીએ.

      ભીમરાવ આંબેડકર માનતા હતા કે તમામ જાતિના લોકોને સમાન અધિકાર મળવો જોઈએ જેથી કોઈ પણ રીતે ભેદભાવ ન થાય તેમણે તેમના જીવનકાળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ હિલચાલમાં પણ ભાગ લીધો. દલિત પરિવારમાંથી આવતા.બી.આર. આંબેડકરને તેમના જીવનમાં ખુબ ત્રાસ સહન કરવો પડયો પરંતુ કોઈ સંવેદનશીલ વ્યક્તિને કહી છોડ્યો નહીં.આજ કારણ છે કે તેઓ હજી પણ લોકોના હ્ર્ધ્યમાં જીવિત છે તે હજી પણ સમાન માન અને આદર સાથે યાદ કરવામાં આવે છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!