સત્ય વિચાર દૈનિક

મોડાસા તાલુકાના ડુધરવાડા ગામના વતની અને હાલ કપડવંજ તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પ્રજાપતિ ને કેરલ રાજ્યના મહામહિમ રાજ્યપાલ દ્વારા અચલા એવોર્ડ એનાયત

મોડાસા તાલુકાના ડુધરવાડા ગામના વતની અને હાલ કપડવંજ તાલુકામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા મિનેષભાઈ પ્રજાપતિ ને કેરલ રાજ્યના મહામહિમ રાજ્યપાલ  દ્વારા અચલા એવોર્ડ એનાયત

અમદાવાદ ખાતે દિનેશ હોલમાં અચલા એવોર્ડ સન્માન કાર્યક્રમ અને આજના પ્રશ્નોનો ઉતર એટલે મૂલ્યલક્ષી શિક્ષણ રાષ્ટ્રીય પરીસંવાદ યોજવામાં આવ્યો હતો.

      દર વર્ષની જેમ શિક્ષકોને અચલા  એવોર્ડ અર્પણ કરવા માટે કેરલના મહામહિમ રાજ્યપાલ , અચલા ટ્રસ્ટી  મફતભાઈ પટેલ, પૂર્વ મુખ્ય સચિવ  પી કે લહેરી સાહેબ, ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના કુલપતિ , પદ્મ  દેવેન્દ્રભાઈ પટેલ , મુકેશભાઈ spd , ત્રણ નિયામક  અને ૧૦૦૦ કરતા વધુ સાહિત્યકારો ,લેખકો ,શિક્ષકો ઊપસ્થિત રહ્યા હતાં.

        સમગ્ર રાજ્યમાંથી  150 ઉપરાંત આવેલ શિક્ષકોની ફાઈલોમાંથી રૂબરૂ અથવા ફોન પર કોઈપણ અધિકારીની મુલાકાત કરી તપાસી તેમાંથી  ફક્ત 10 શિક્ષકો ની પસંદગી કરવામાં આવે છે. જેમાંથી ખેડા જિલ્લાના એક માત્ર શિક્ષક આચાર્ય એવા મિનેષભાઈ પ્રજાપતિની પસંદગી થતાં સમગ્ર શિક્ષક પરિવાર કુટુંબીજનો અને તેમના  પરિવારમાં આનંદની લાગણી વાપી ગઈ હતી.

        મોડાસા તાલુકાના ડુધરવાડા ગામના વતની અને હાલ કપડવંજ તાલુકામાં ફરજ બજાવતા મિનેષભાઈનો જન્મ  સામાન્ય પરિવાર માં થયો હતો તેમનું નાનપણ માં મુખ્ય કામ પિતાજી સાથે  માટીકામ અને ખેતી હતું તેમાંથી માતા પિતાની ખૂબ મહેનત  થકી પરિવાર નું ગુજરાન થતું હતું પરંતુ તેમના કુટુંબીજ્નો અને  મામા ,માસી ,ફોઈના પરિવારે  આર્થિક અને અન્ય જરૂરી મદદ કરી  સતત આશીર્વાદ આપી અહી સુધીની સફર પાર કરાવી હતી. 

સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી અને કર્મ એજ ધર્મ તેમનું જીવન સૂત્ર છે.શિક્ષક ધારે તે કરી શકે તે પંક્તિ તેમનો સંપર્ક કરતા જાણવા મળ્યું કે તેમને નોકરીના 20 વર્ષ માં સાર્થક કરી છે.  તેમની શાળા અને તે  ગણિત વિજ્ઞાન માં નેશનલ માં એક વાર રાજ્યમાં બે વાર અને જિલ્લામાં 10 વાર પસંદગી પામ્યા હતા.  ઇનોવેશન પ્રિય વિષય છે તેમાં રાજ્યમાં  બે વાર  જિલ્લામાં 7 વાર પસંદગી પામ્યા હતા. શાળા માં ગિજુભાઈ બધેકાના  રસ્તે ૨૦ થી વધુ પ્રોજેક્ટ ચાલે છે . જેમાં મુખ્ય બાજરી વર્ષ , પુસ્તક હોસ્પિટલ , સૈનિક પરિવાર માટે ફાળો. ભારતીય સંસ્કૃતિ આધારિત બેનર, ભગવદ્ ગીતાના સાર, બાળ અદાલત, બાલ જીમ, પુસ્તક પરબ ,સ્વ રક્ષણ તાલીમ ,  પ્રશ્ન પેટી બોકસ, સેલ્ફી પોઇન્ટ , વોલ ઓફ આર્ટ , સફરજન વિતરણ યોજના , નાના બાળકો સંસ્કૃતમાં પરિચય આપે જેવા અનેક પ્રોજેક્ટ કે જ્યાં મૂલ્યલક્ષી શિક્ષણ મળે કે જે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦  અંતર્ગત  ચાલે છે . મને કિ રિસોર્સ પર્શન ( KRP) –  R.P. અને MT તરીકે ૨૦ વાર ભાગ લઈ ૬૦૦૦ થી વધુ શિક્ષકોને તાલીમ આપેલ છે . જિલ્લાના DRG તરીકે તાલુકાના આધાર કનવિનર, જિલ્લા આયોજન બેઠકમાં સ્થાન, ધોરણ ૧૦/ ૧૨ માં ઝોનલ અધિકારી , ચૂંટણીમાં A. RO અને આ.ઝોનલ જેવી જવાબદારી નિભાવી ચૂક્યા છે.   ૧૦ થી વધુ સંશોધન નેશનલ અને રાજ્ય કક્ષાએ કરેલ છે.અચલા અંક , સોમનાથ મંદિર (વર્તમાન) અંક, જીવન શિક્ષણ, પદ્મ . દેવેન્દ્રદાદાની નવલકથા, બાલસૃષ્ટિ, પ્રખર કેળવણીકાર મોતીદાદાનું સમણું અંક, સાધના , શ્વેતપત્ર, સત્ય વિચાર જેવા પ્રસિદ્ધ અંકમાં લેખ છપાય છે.  બે પુસ્તકોનું વિમોચન કરવામાં સફળતા મેળવી છે. સાહિત્ય ક્ષેત્રે તેઓ ‘ મન યાત્રી ‘ તરીકે ઉપનામથી પરિચિત થઈ રહ્યા છે.

        કેટલીય સેવા ભાવિ સંસ્થા સાથે જોડાયેલ છે .. ૧૦૦૦  બાળકો કે જેમના માતા કે પિતા નથી અને ૧૫૧ દતક દીકરી છે તેમને છેલ્લા બે વર્ષથી આરોગ્ય અને શૈક્ષણીક કીટ દાતા દ્વારા સંપર્ક કરી આપવામાં આવે છે.   આવા બીજા પણ કેટલાય કામ થકી તેમને અત્યાર સુધી પૂજય મોરારિબાપુ દ્વારા ચિત્રકુટ એવોર્ડ, ખેડા જિલ્લા શ્રેષ્ઠ આચાર્ય એવોર્ડ, IIM અમદાવાદ દ્વારા બે વાર સન્માન, કેન્દ્રીય મંત્રી  હસ્તે એવોર્ડ જેવા ૨૦ થી વધુ  સન્માન પ્રાપ્ત થયા છે …

      વિજ્ઞાન ટેકનોલોજી સાથે આધ્યાત્મિક શક્તિનું સંકલન કરવામાં આવે તો ૧૦૦ ટકા પરિણામ મળે છે .. તેમ તેમનું માનવું છે .  શિક્ષણ ગમે તેટલું ડિગ્રી વાળું હશે  પણ સાથે મૂલ્ય નહિ હોય તો કોઈ કામનું નથી . સ્વામી વિવેકાનંદ , ડો હેડગેવાર પૂજય પાંડુરંગ દાદા ,  પ્રમુખ સ્વામી મહારાજ તેમના આદર્શ છે.   રાજ્યની  દરેક શાળામાં  ગિજુભાઈ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી નું શિક્ષણ દર્શન ઉજાગર કરવાની તાતી જરૂર છે  .ફરી ગ્રામ દક્ષિણા મૂર્તિ, લોક ભારતી , ઋષિવલ્લી , બાલકુંજ , ગુરુકુળ પરંપરા આધારિત શિક્ષણ થસે ત્યારે ભારત ચોક્ક્સ વિશ્વ ગુરુ બનશે અને આજે તે નવી શિક્ષણ નીતિ ૨૦૨૦ માં તે દેખાઈ રહ્યું છે તેમ તેમનું કહેવું છે.

ભારત વિશ્વને  જ્ઞાન અને શાંતિ આપશે તેમાં કોઈ બે મત નથી..તેમ કહી દરેક શિક્ષક તેમજ પ્રયોગો અપનાવે તેવી આશા વ્યકત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!