
અહેવાલ તસવીર
હરીશ જોશી , કપડવંજ
કપડવંજના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ડોન બોસ્કો રોડ ઉપર ગેસ લાઇન નાખવાનું કામ ચાલતું હોવાથી આ વિસ્તારની પીવાના પાણીની લાઈનોમાં ભંગાણ પડી ગયેલ છે જેને લઈને પાણી પાછું આ લાઈનમાં જાય છે જેના લીધે આ વિસ્તારના દરેક ઘરોમાં ગંદુ પીવાનું પાણી આવી રહ્યું છે. જેને લઇને ઘણા ઘરોમાં માંદગી, કમળા જેવા ગંભીર રોગોના કેસ વધવા માંડ્યા છે આ અંગે નગરપાલિકામાં લીકેજ પાઇપલાઇન રિપેર કરે તે માટે રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ હજુ સુધી કોઈ રીપેરીંગ નથી થતું તેવા આક્ષેપ રહીશો કરી રહ્યા છે. તો વહેલી તકે તંત્ર દ્વારા આ વિસ્તારના રહીશોના આરોગ્યના હિત માટે વહેલી તકે પાઈપ લાઈનો નુ લીકેજ દૂર કરે તેવી લાગણી અને માગણી છે.