સત્ય વિચાર દૈનિક

કપડવંજ માં જ્વેલર્સની દુકાનમાંથી નજરચુકવી સોનાના દાગીનાની ચોરી કરતી મહિલા ત્રિપુટીને ઝડપી પાડી

કપડવંજ માં જ્વેલર્સની દુકાનમાંથી નજરચુકવી સોનાના દાગીનાની ચોરી કરતી મહિલા ત્રિપુટીને ઝડપી પાડી
  • તસવીર અહેવાલ – હરીશ જોશી કપડવંજ

    ગુજરાતના વિવિધ શહેરોમાં આચરેલ ૧૫ ગુનાઓનો ભેદ ઉકેલતી કપડવંજ ટાઉન પોલીસ ટીમ

     પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી.દેવડા કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન નાઓ સર્વેલન્સ ટીમ સાથે પ્રયત્નશીલ હતા.ગઈ તા.૦૪/૦૯/૨૦૨૪ ના રોજ કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ.ર.નંબર ૧૧૨૦૪૦૨૬૨૪૦૩૫૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા- ૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબનો ગુનો નોંધાયેલ જેમાં એન.પી. જવેલર્સ કપડવંજ નામની દુકાનમાંથી સોનાની ચેઇન કિંમત રૂ.૩૦, ૦૦૦/-ની ચોરી થયેલ. સદર ગુનાને લગતા CCTV ફુટેજ મેળવી તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે અલગ અલગ પોલીસ ટીમો બનાવી સદર ગુનાને અંજામ આપનાર મહિલા ત્રિપુટીને ગણતરીના દિવસોમાં ઝડપી પાડી અટક કરી ઘનીષ્ટ પુછપરછ કરતા ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં ૧૫ જેટલા જ્વેલર્સની દુકાનોમાંથી સોનાના દાગીનાની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કપડવંજ ટાઉન પોલીસ ટીમ દ્વારા ખુબજ પ્રશંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

    પકડાયેલ આરોપીઓમાં

    (૧) વિણાબેન વા/ઓ સંજયભાઈ જયંતીભાઈ સોલંકી રહે.બ્લોક નં.૨ મકાન નં.૩૧, બ્લોક નંબર-૦૨, વુડાના મકાનમાં સરદાર એસ્ટેટ પાણીની ટાંકી પાસે અંબેનગર વડોદરા શહેર મુળ રહે. આંબલીયારા તા.કપડવંજ જી.ખેડા (૨) કવિતાબેન વા/ઓ કનૈયાલાલ જયંતીભાઈ રાજપુત હાલ રહે.કિશનવાડી, ઝંડાચોક મકાન નંબર ૨૫ બ્લોક નંબર-૦૨, વુડાના મકાનમાં વડોદરા શહેર મુળ રહે. ૧૪-૨૫, બીએસયુપી આવાસ, મહાદેવ તળાવ પાસે વાડી, વડોદરા

    (૩) સવિતાબેન વા/ઓ મણીભાઈ સોમાભાઈ સેનવા રહે.એ.સી.સી રોડ, સેવાલીયા તા.ઠાસરા જી.ખેડા

    કબ્જે કરેલ મુદ્દામાલ

    1. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ.૨. નંબર ૧૧૨૦૪૦૨૬૨૪૦૩૫૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ ના ગુનામાં ચોરાયેલ સોનાની ચેઇન કિંમત ३.३०,०००/-
    2. મહુધા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.૨ નંબર ૪૧૧/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ ના ગુનામાં ચોરાયેલ સોનાની ચેઈન કિંમત રૂ.૮૦,૦૦૦/-
    3. રામોલ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર પાર્ટ એ.ગુ.૨ નંબર ૮૪૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા- ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ ના ગુનામાં ચોરાયેલ સોનાની ચેઈન કિંમત રૂ.૧,૦૦,૦૦૦/-

     

    ડીટેક્ટ કરેલ ગુનાઓ

    1. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ.ગુ-૨નંબર ૧૧૨૦૪૦૨૬૨૪૦૩૫૬/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ
    2. મહુધા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નંબર ૪૧૧/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨),૫૪ મુજબ
    3. રામોલ પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર પાર્ટ એ.ગુ૨નંબર ૮૪૪/૨૦૨૪ ભારતીય ન્યાય સંહીતા- ૨૦૨૩ની કલમ ૩૦૩(૨) મુજબ

    કબુલાત કરેલ ગુનાઓની વિગતઃ-

    1. ગોધરા જી.પંચમહાલ ખાતે રામ સાગર તળાવ સામે સોની બજારમાં આવેલ સોની સુભાષચંન્દ્ર નટવરલાલ નામની દુકાનમાંથી આશરે એક વર્ષ ઉપર એક સોનાની ચેઈનની ચોરી કરેલ છે.
    2. કડી જી.મહેસાણા પટેલ ભુવન, બસ સ્ટેશન રોડ પર આવેલ આરતી જવેલર્સ નામની દુકાનમાંથી આશરે

    એક વર્ષ અગાઉ સોનાની વીંટીની ચોરી કરેલ છે.

    1. વડોદરા, ખોડીયાર નગર ચાર રસ્તા પાસે આવેલ રાધે જવેલર્સ નામની સોનીની દુકાનમાંથી આશરે છ માસ અગાઉ એક સોનાની વીંટીની ચોરી કરેલ છે.
    2. વડોદરા ચાણક્યપુરી, સમા, ગોવર્ધનડેરીની સામે, ઉમિયાનગર ખાતે આવેલ શ્રી જવેલર્સ નામની સોનીની દુકાનમાંથી આશરે ૧૨ માસ અગાઉ એક સોનાની ચેઈનની ચોરી કરેલ છે.
    3. વડોદરા માંડવી, એમ.જી.રોડ ખાતે આવેલ માણેકલાલ બાપુલાલ ચોકસી નામની સોનીની દુકાન માંથી આશરે ૧૧ માસ અગાઉ સોનાની વીંટીની ચોરી કરેલ છે.
    4. વડોદરા માંડવી, એમ.જી.રોડ ઉપર આવેલ એસ.એમ.કે.જવેલર્સ માંથી આશરે ૧૧માસ અગાઉ સોનાની વીંટી ચોરી કરેલ છે.
    5. વડોદરા, માંડવી ખાતે આવેલ ઓમ જવેલર્સ નામની દુકાનમાંથી આશરે ૧૦ માસ અગાઉ સોનાની વીંટીની ચોરી કરેલ છે.
    6. વડોદરા, રાવપુરા, ખારીવાવ ખાતે આવેલ વરદા જ્વેલર્સ નામની સોનીની દુકાનમાંથી આશરે ૧૧ માસ અગાઉ સોનાની વીંટીની ચોરી કરેલ છે.
    7. નડીયાદ, સ્વામીનારાયણ મંદિર પાસે આવેલ ચોકસી બજારમાં આવેલ ગૌતમ જ્વેલર્સ સોનીની દુકાનમાંથી આશરે છ માસ અગાઉ સોનાની વીંટીની ચોરી કરેલ છે.
    8. ભરૂચ, સોની બજારમાં સોનીની દુકાનમાંથી આશરે એકાદ વર્ષ અગાઉ સોનાની વીંટીની ચોરી કરેલ છે.
    9. કઠલાલ, સોની બજારમાં શ્રીજી જવેલર્સ નામની દુકાનમાંથી આશરે ૪ માસ અગાઉ સોનાની ચેઈનની ચોરી કરેલ છે.
    10. મહેમદાવાદ સોની બજારમાં આવેલ રાજશી જવેલર્સ નામની દુકાનમાંથી આશરે ત્રણેક માસ અગાઉ સોનાની ચેઇનની ચોરી કરેલ છે.

    પકડાયેલ આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ

    કરજણ પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.૨.નં.૭૨૧/૨૪ ઈ.પી.કો કલમ ૩૭૯,૧૧૪

    આરોપીઓની મોડસ ઓપરેન્ડી

    આ આરોપીઓ ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં જઈ જ્વેલર્સની દુકાનો ઉપર રેકી કરી સોનાના દાગીના ખરીદી કરવાનું જણાવી દુકાનદાર જ્યારે તેઓને સોનાની ચેઇન તથા વીંટીઓ બતાવતા હોય તે વખતે એક મહીલા દુકાનદારને વાતોમાં વ્યસ્ત રાખે તે દરમિયાન સાથેની બીજી મહિલા દુકાનદારની નજર ચુકાવી સોનાની ચેઇન/વીંટી સેરવી લઈ ચોરી કરતા હતા .ત્યારબાદ દાગીનાની ડીઝાઇન પસંદ આવતી નથી તેમ કહીને દુકાનમાંથી નિકળી જતા હતા

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!