શિક્ષણ જગતને શર્મસાર કરતી એક ઘટના સામે આવી
વિરપુર તાલુકાની રણજીતપુરા હાઈસ્કુલના શિક્ષકે વિદ્યાર્થિની સાથે છેડતી કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા શિક્ષણ જગત સ્તબ્ધ
લંપટ શિક્ષકની શરમજનક ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે આક્રોશ
શિક્ષકને પોલીસ દ્વારા વધુ પૂછપરછ અર્થે લઈ ગઈ
શિક્ષક રણજીતપુરા ગામનો જ હોવાનું જાણવા મળતા ગામમાં ભારેલા અગ્નિ જેવું વાતાવરણ
છેડતીના સમાચાર સાંભળતા લોકો મોટી સંખ્યામાં રણજીતપુરા હાઈસ્કુલે ઉમટી પડ્યાં
લંપટ શિક્ષકને મેથીપાક આપ્યો હોવાનું સૂત્રો દ્વારા માહિતી
રણજીત પૂરા હાઇસ્કુલ ખાતે બનેલી ઘટનાની જાણ થતાં વિરપુર પોલીસ કાફલો ઘટના સ્થળે
બેકાબૂ બનેલા ટોળાને નિયંત્રણમાં લેવા કડક પગલાં લીધા. જેને લીધે ભાગદોડ થઈ હતી
મહીસાગર
વિજય જોશી