બાયડ નગરમાંથી પસાર થતા બાયડ-કપડવંજ હાઈવે ઉપર આવેલ સહજાનંદ કોમ્પલેક્ષ આગળ મોડાસા તરફથી આવતી પરપ્રાંતીય ટ્રકે અજાણ્યા પુરૂષને હડફેટે લેતાં પુરૂષનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
અજાણ્યા પુરૂષ રોડ પર પસાર થતો હતો ત્યારે સામેથી આવતી ટ્રકે એકાએક સ્ટેયરીંગ પરથી કાબુ ખોઈ બેસતાં અજાણ્યા પુરૂષ ઉપર ટ્રક ફરી વળતાં ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.અજાણ્યા પુરૂષના શરીરના ભાગે એકા વએક ટ્રક ફરી વળતા લોહી લુહાણ હાલતમાં જોવા મળ્યા હતા જેથી આજુબાજુના રહીશો જોવા માટે મોટી સંખ્યામાં એકત્ર થઇ ગયા હતા.
બાયડ પોલીસને અકસ્માતની જાણ થતાં બાયડ પોલીસ ટીમે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબ્જો લીધો હતો.બાયડ હાઈવે ઉપર સાંજના ૫-૦૦ વાગ્યાના સુમારે અકસ્માતની જાણ થતાં આજુબાજુનારહીશો મોટી સંખ્યામાં જોવા માટે ઉપસ્થિત રહ્યા હતા બાયડહાઇવે ઉપર અકસ્માની ઘટના બનતા કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. બાયડ પોલીસે ટ્રક તેમજ ટ્રક ચાલકને પકડીને પોલીસ સ્ટેશન મુકી દિધેલ હતો બાયડ નગરમાં આવા અકસ્માતની ઘટનાની જાણ થતાં બાયડ નગરજનોમાં ભારે આક્રોશ વ્યાપ્યો હતો.
ભૂપેન્દ્રસિંહ ઝાલા બાયડ