મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ અને કોર્પોરેટર તાબડતોડ ઓધારી તળાવે દોડી પહોંચ્યા હતા
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં માલપુર રોડ પર સાંઈ મંદિર નજીક આવેલ ઓધારી તળાવનું કરોડો રૂપિયાના ખર્ચે બ્યુટીફીકેશન કરાવ્યા બાદ દરરોજ મોટી સંખ્યામાં મોર્નિંગ અને નાઇટ વોકિંગ માટે શહેરીજનો આવે છે ઓધારી તળાવના બ્યુટીફીકેશન પછી ઓધારી તળાવ સુસાઈડ પોઈન્ટ બની રહ્યો હોય તેમ સમયાંતરે તળાવ માં લોકો આત્મહત્યા કરી જીવન ટૂંકાવી રહ્યા છે ત્યારે વધુ એક પુરુષનો મૃતદેહ મળી આવતાં મોર્નિંગ વોક કરવા આવેલ લોકો ગભરાઈ ગયા હતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા ઓધારી તળાવમાં સિક્યુરિટી વધારવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે થોડા વર્ષ અગાઉ એક યુવતીએ પણ આત્મહત્યા કરી લીધી હતી મૃતક પુરુષની આત્મહત્યા કે અકસ્માતે મોત અંગે તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે
અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે માલપુર રોડ પર આવેલ ઓધારી તળાવ શહેરની મધ્યમાં આવેલું છે. મંગળવારે સવારે મોર્નિંગ વોક માટે નીકળેલા લોકોએ તળાવમાં અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો જોઈ ચોંકી ઉઠ્યા હતા મોર્નિંગ વોક કરતા લોકો સ્થળ પર દોડી આવ્યા હતા સ્થાનિકોએ નગરપાલિકા અને મોડાસા પોલીસને જાણ કરતા મોડાસા ટાઉન પોલીસે અને નગરપાલિકા સત્તાધીશો અને ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી આવી હતી ફાયરની ટીમે તળાવ માંથી રેસ્ક્યુ કરી પુરુષન મૃતદેહને બહાર કાઢી ઓળખ માટે તપાસ હાથધરતા મૃતક વૃદ્ધ મોડાસાના સર્વોદય નગર વિસ્તારના નંદલાલ સિંધી હોવાની માહિતી પ્રાપ્ત થતાં તેમના પરિવારજનોને જાણ કરતા તાબડતોડ સ્થળ પર દોડી આવ્યા હતા આક્રંદ કરી મૂકતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી મૃતકના પુત્રએ મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જણાવજોગ ફરિયાદ નોંધવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
યોગેશ પટેલ
મોડાસા