કપડવંજમાં શંકાસ્પદ હાલતમાં બે યુવકોના મૃતદેહો મળ્યા


અહેવાલ તસવીર
હરીશ જોશી , કપડવંજ
*નંદીનીપ્લાઝાના બેઝમેન્ટમાં ઈન્ટરનેટનું કામ કરતા યુવકોને વીજકરંટ લાગ્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું*
કપડવંજ નગરના નંદીની પ્લાઝામાં ઈન્ટરનેટ કનેક્શનના કેબલ નાંખવાનું કામ કરતા બે યુવાનો બાપુજીના મુવાડા ગામના નવ યુવાનોના મૃતદેહો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા.રાત્રીના સમયે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળ દોડી ગઈ હતી. તેઓ કામ કરતા વીજ કરંટથી મોત નિપજ્યું હોવાનું પોલીસનું અનુમાન છે. બનાવના પગલે બાપુજીના મુવાડા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ તાલુકાના બાપુજીના મુવાડા ગામમાં રહેતા સિદ્ધારાજ પરમાર તથા દિપક પરમાર કપડવંજ નગરના નંદીની પ્લાઝામાં ઈન્ટરનેટ કનેક્શનના કેબલનું કામ કરતા હતા.દરમિયાન કોઈ કારણોસર બન્ને યુવકોને વીજ કરંટ લાગતા બન્નેનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બન્ને મૃતકોને સોરણા પી.એચ. સી.સેન્ટર ખાતે પી.એમ. માટે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પી.એચ.સી ખાતે બન્ને મૃતકોના પરિવારજનો ઉમટી પડયા હતા.ઘટના અંગે ટાઉન પી.આઈ.જનકસિંહ દેવડાએ જણાવ્યું હતું કે વૉચમેન દ્વારા તેઓને જાણ થઈ હતી.જેથી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સદર બનાવ અંગે સંપૂર્ણ ચોકસાઈ રાખી તપાસ હાથ ધરી છે.બનાવનું સ્થળ નંદીના પ્લાઝાના બેસમેન્ટમાં બનાવ બન્યો હતો.બેસમેન્ટમાં અઢી થી ત્રણ ઈંચ જેટલું પાણી ભરાયેલું છે.તપાસમાં એફ.એસ.એલ.ની ટીમ,ક્રાઈમ સીન મેનેજરની ટીમ અને વીજ તંત્રની ટીમ સાથે રાખી તપાસ હાથ ધરી હતી.પરિણામ સ્વરૂપ તેઓ કામ કરતા વીજ તાર અડી જવાથી બન્નેનું મોત નિપજયું છે.તથા બન્ને યુવકોનું પેનલ ડોક્ટરથી પી.એમ. કરાવ્યું છે.અલબત્ત આ દિશામાં હજુ પણ તપાસ ચાલુ છે કોઈ અન્ય કારણોસર મોત નિપજ્યું હશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
જો કે મૃતકના કાકા ઉદેસિંહ શનાભાઈ પરમારે જણાવ્યું હતું કે બન્ને જણા ઈન્ટરનેટનું કામ કરવા આવતા હતા. બપોરે જમવા માટે નહીં આવતા એટલે સાંજના સમયે તપાસ કરી હતી.જેની જાણ કરવા પોલીસ સ્ટેશને ગયા હતા.દરમિયાન કોઈકનો ફોન આવ્યો હતો કે નંદીની પ્લાઝામાં કોઈ બે વ્યક્તિના મૃતદેહો પડ્યા છે.જેથી ઘટના સ્થળે જતા તેઓ તેમના ભત્રીજા હોવાનું જણાવ્યું હતું.તે સમયે નંદીની પ્લાઝામાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો.બન્ને યુવકો શંકાસ્પદ હાલતમાં મળ્યા હોય યોગ્ય તપાસ થવી જોઈએ તેમ તેઓએ જણાવ્યું હતું.જ્યારે બાપુજીના મુવાડા ગામના રાકેશ નટવરસિંહ પરમારે જણાવ્યું હતું કે બન્ને યુવકોનો મતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે.બન્ને યુવકો ઈન્ટરનેટના કેબલનું કામ કરતા હતા.કોઈનું પણ નેટ ખોરવાઈ જાય તો સોલ્યુશન કરતા હતા.તેઓની માંગણી પણ એ જ છે કે જે રીતે શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે તો તે બાબતે યોગ્ય તપાસ કરી યોગ્ય નિકાલ કરવા અનુરોધ કર્યો હતો.