સત્ય વિચાર દૈનિક

ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર : મહુધા તાલુકાની આંગણવાડી બહેનોનો વિરોધ

ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર : મહુધા તાલુકાની આંગણવાડી બહેનોનો વિરોધ

તસ્વીર અહેવાલ : નિસાર શેખ, મહુધા

મહુધા તાલુકાની આશરે ૧૦૦ જેટલી આંગણવાડી બહેનો ઓનલાઈન કામગીરી, ઓછું પગાર ધોરણ અને મોબાઈલ સુવિધા ન મળતા રોષે ભરાઈ ગઈ છે. મહુધા ખાતે નગીનાવાડી તળાવ પાસે ભેગી થયેલી બહેનો દ્વારા મહુધા તાલુકા પંચાયત કચેરીએ રેલી કાઢી તાલુકાના સી.ડી.પી.ઓ.ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં અનેક કામગીરી ઓનલાઈન કરવામાં આવી છે, જેમાં સંગમ અને કેવીટી એપ્લિકેશન ઉપરાંત પોષણ ટ્રેકર એપમાં વિવિધ પ્રકારની માહિતી ભરવાની ફરજ પાડવામાં આવે છે. પરંતુ આંગણવાડી બહેનોને હજુ સુધી મોબાઈલ ફોન આપવામાં આવ્યા નથી અને પગાર ધોરણ પણ ઓછું હોવાનું તેઓએ જણાવ્યું હતું. પોષણ ટ્રેકર અને અન્ય એપ્લિકેશનમાં ડેટા એન્ટ્રી કરવા માટે બહેનોનો મોટાભાગનો સમય જતો હોવાથી બાળકોના પૂર્વ શિક્ષણ અને સંભાળ પર પૂરતું ધ્યાન આપી શકાતું નથી એવી ફરિયાદ પણ કરવામાં આવી હતી. ઉપરાંત પગાર સહિત અન્ય ૧૨ જેટલા પ્રશ્નો લાંબા સમયથી ઉકેલાયા નથી, જેને કારણે રોષે ભરાયેલી આંગણવાડીની ૧૦૦ જેટલી બહેનો દ્વારા મહુધા શહેરના નગીનાવાડી તળાવ પાસેથી સુત્રોચાર કરતા મહુધા તાલુકા પંચાયત કચેરી ખાતે સીડીપીઓ ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને તમામ ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર જાહેર કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!