મહીસાગર જિલ્લાના ડીટવાસ ખાતે આવેલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માં ધોરણ 10 ના વિદ્યાર્થીઓની પરીક્ષાની શરૂઆત નિમિત્તે શુભેચ્છા પાઠવવામાં આવી છે.
વિદ્યાર્થીઓની પરીક્ષા શાંતિપૂર્ણ અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેમજ તેઓ ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધે તેવી શુભકામનાઓ પાઠવતા જતીનભાઈ જોશી (મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ), પર્વતભાઈ ડામોર (કડાણા ભાજપા પ્રમુખ) તેમજ બાબુભાઈ ડામોર (ડીટવાસ હોમગાર્ડ યુનિટ ઓસી) સાથે હોમગાર્ડ યુનિટના તમામ સભ્યોએ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે અધિકારીઓએ વિદ્યાર્થીઓને મનોબળ ઊંચું રાખીને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા પ્રેરિત કર્યા હતા અને સકારાત્મક વિચારસરણી સાથે મહેનત કરવાથી નિશ્ચિત સફળતા મળે છે તેવો સંદેશ આપ્યો હતો.
રિપોર્ટર
વિજય જોષી, મહીસાગર

શુભકામનાઓ પાઠવતા જતીનભાઈ જોશી
મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ

