સત્ય વિચાર દૈનિક

અમરેલી જિલ્લાના કોંગ્રેસના લોકસભાના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમરનું મહુવા વિસ્તારના નેસવડ ગામે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાના કોંગ્રેસના લોકસભાના મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમરનું મહુવા વિસ્તારના નેસવડ ગામે ભવ્ય સ્વાગત  કરવામાં આવ્યું
  • અહેવાલ – કિશોર ઇસામલીયા

                અમરેલી જિલ્લાના કોંગ્રેસના લોકસભાના સૌથી શિક્ષિત મહિલા ઉમેદવાર જેનીબેન ઠુંમર આજે પોતાના ચુંટણી પ્રવાસ દરમિયાન મહુવા તાલુકામાં નેસવડ ગામે ગયા હતા. જે મહુવાનું પ્રવેશદ્વાર ગણાય છે. ત્યાં બહેનો ધ્વારા ઢોલનગારા અને પુષ્પગુચ્છથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે તેમની સાથે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત તેમજ મહુવા તાલુકા કોંગ્રેસના આગેવાનો, આમ આદમી પાર્ટીના આગેવાનો અને નગરજનો જોડાયા હતા.

     

                નેસવડના લોકોને સંબોધન કરતા જેનીબેન ઠુંમરે જણાવ્યું હતું કે, મહુવા વિસ્તાર ડુંગળીની ખેતી કરતો વિસ્તાર છે ત્યારે વર્તમાન સરકારે ડુંગળીની નિકાસ બંધ કરી અને આ વિસ્તારના ખેડુતોને નુકશાન થાય તેવું પગલું ભર્યું હતું. તેની સાથે એમ.એસ.પી.નો કાયદો આવે અને ખેડુતોને પુરતુ વળતર મળે તેવી અમારી માંગણી છે. આ વિસ્તારમાં આરોગ્યની સુવિધા, શૈક્ષણિક સુવિધા અને રસ્તા અને પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે ત્યારે આવનારા સમયમાં આ વિસ્તારના વિકાસને પ્રાધાન્ય મળે તેવા અમારા પ્રયત્નો રહેશે.

     

                જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું હતું કે, ગુજરાતનો યુવાન શિક્ષીત બેરોજગાર બન્યો છે. આઠ આઠ કલાક મોબાઈલમાં સમય વ્યતિત કરે છે ત્યારે દરેક હાથને કામ મળે તેવું રાહુલ ગાંધીનું સ્વપ્ન છે. ત્યારે આ સ્વપ્ન પુર્ણ કરવા માટે આપ સૌએ કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા અપીલ કરી હતી .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!