સંગઠનનું ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતાં જશુભાઈને દસ વરસના લાંબા અંતરાલ ટિકિટ
છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થયો છે-જશુભાઈ રાઠવા
કમલમ્ ઉદ્ઘાટન પ્રસંગે ઓડિયન્સમાં બેસેલા લોકોને બે હાથ જોડીને સૌને મળ્યા અને લોકોનું અભિવાદન ઝીલ્યું.
મારી ટિકિટ અંગે મને ત્યારેજ ખબર પડી કે જ્યારે ટીવીમાં મારું નામ જાહેર થયું.
નારણ રાઠવાને ભાજપામાં લાવવવામાં જશુ રાઠવાનો ફાળો
છોટાઉદેપુર લોકસભાના ભાજપના ઉમેદવાર તરીકે સૌના આશ્ચર્યની વચ્ચે જશુભાઈ રાઠવાની નિમણૂક કરી છે. પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવાની ટિકિટ કપાઈ છે. તો કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ નારણ રાઠવાને ભાજપમાં પ્રવેશ અપાવનારા જશુભાઈ રાઠવાને ટિકિટ ફાળવી છે ત્યારે ખાસ કરીને સંગઠનનું ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતાં જશુભાઈને દસ વરસના લાંબા અંતરાલ ટિકિટ આપીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે..
સી આર. પાટીલે જશુભાઈ અંગે પોતાનો પ્રતિભાવ આપતાં જણાવ્યું છે કે જશુભાઈ જમીનનો માણસ છે. સીધો સાદો માણસ છે. એમને તો ખબર પણ નહોતી કે એમનું સિલેક્શન થશે. પણ ભાજપ ના ઉચ્ચ નેતૃત્વ કાર્યકર્તાઓને ટિકિટ આપીનેએને મોટા કરવાનું કામ ભાજપા કરે છે. આ વખતે નરેન્દ્ર મોદી અને અમિત શાહે નિર્ણય કર્યો કે આ વખતે છોટાઉદેપુરની સીટ ઉપર જશુભાઈને લડાવવા છે.
રાજપીપલા કમલમ કાર્યાલયનાં ઉદ્ધઘાટન પ્રસંગે ઓડિયન્સમાં બેસેલા લોકો પાસે જઈને હાથ જોડી સૌનું અભિવાદન ઝીલી ઉમેદવાર જશુભાઈ લોકોને મળ્યા અને એમણે જણાવ્યું હતું કે
કચરામાં છુપાવેલા હીરાને વીણીને બહાર લાવવાનું કામ ભારતીય જનતા પાર્ટી કરે છે. મને તો સપનામાં પણ ખબર નહોતી કે હું લોકસભા છોટાઉદેપુર નો ઉમેદવાર બનીશ. સી આર પાટીલે મારા નામની પસંદગી કરી છે ત્યારે હું એમને ખાતરી આપું છું કે આ છોટાઉદેપુર લોકસભાનું કમળ પાંચ લાખ થી વધુ મતોથી જીતીને નરેન્દ્ર ભાઈ મોદીના ચરણોમાં પણ કરીશ એવો પાક્કો વિશ્વાસ આપ્યો હતો.
જશુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે આ દેશની અંદર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી છેલ્લા દસ વર્ષથી જે રીતે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે તે રીતે એ ગતિમાં સાથ અને સહકાર આપવા માટે મને જે રીતે પસંદ કર્યો છે એ માટે મોદી સાહેબનો હું આભાર માનું છું. વડાપ્રધાન મોદીની યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો મારો પ્રયાસ રહેશે.
તેમણે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પાંચ લાખથી વધુ બેઠકોથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અમારા પેજ સમિતિના પ્રમુખો અને કાર્યકર્તાઓ આ બેઠક જીતાડવા માટે કામે લાગી જશે
નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાયા છે એમનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની પદ્ધતિ જોઈને પ્રેરાઈને નારણભાઈ રાઠવા પણ ભાજપમાં જોડાયા છે. નારણભાઈ રાઠવા જેમ દૂધમાં સાકર ભળે એમ ભાજપમાં સમાઈ જશે. કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ છે વાડા ના માનવી સુધી પહોંચી રહ્યો છે વિકાસના કામોની વાત લઈને અમે પ્રજા સુધી પહોંચશું
છોટાઉદેપુર લોકસભા મત વિસ્તાર કોંગ્રેસ મુક્ત થયો છે કારણ કે નારણભાઈ રાઠવા ભાજપમાં જોડાયા છે સંખેડા, ડભોઈના વિધાનસભાના ઉમેદવાર પણ જોડાયા છે તો હવે આ વિસ્તાર કોંગ્રેસ મુક્ત થઈ ગયો છે એમ ચોક્કસ કહી શકાય
તસવીર :દીપક જગતાપ, રાજપીપલા

