![]()
સમગ્ર વિશ્વમાં પર્યાવરણની અસમતુલન પરિસ્થિતિ અને ગ્લોબલ વોર્મિંગ ના કારણે કાળઝાળ ગરમીમાં ગુજરાત પ્રદેશ અને તેમાં પણ કપડવંજ શહેરમાં 46 થી 47 ડિગ્રી ગરમીની મોજું. ફરી વળ્યું છે અને રાહદારીઓ તથા દુકાનદારો અને ગ્રાહકો ત્રાહીમામ પોકારી ઊઠ્યા છે તેવા સંજોગોમાં કપડવંજના ગાંધીચોક અને શેઠવાડા બજાર વિસ્તારના વેપારીઓએ માનવતા વાદી અભિગમ દાખવીને ફંડ ફાળો એકત્ર કરી ગ્રાહકો તથા રાહદારીઓ માટે ગરમીથી રક્ષણ આપવા માટે અને લૂથી બચવા માટે વિના મૂલ્યે છાશ વિતરણ કરવાનો નિર્ણય કર્યો હતો અને તે પ્રમાણે સેવાભાવી કાર્યકરો આરએસએસ સાથે સંલગ્ન મયુર શાહ ટોપીવાળા તેમજ બ્રિજેશ કે દેસાઈ સહિત આ વિસ્તારના વેપારીઓએ છાશનું વિતરણ કર્યું હતું અને જ્યાં સુધી ગરમીનો પારો ઉંચો રહેશે ત્યાં સુધી આ સેવાકાર્ય ચાલુ રાખવાનો નિર્ણય વ્યક્ત કર્યો હતો.

