સ્વાતંત્ર પર્વે માલપુરના દિવ્યાંગનું સન્માન
રાષ્ટ્ર પોતાનું ૭૮ મો સ્વાતંત્ર પર્વ મનાવી રહ્યું છે ત્યારે અરવલ્લી જિલ્લાનો સ્વાતંત્ર પર્વ માલપુર પી.જી.મહેતા હાઇસ્કુલ ખાતે યોજાયો હતો. જેમાં વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર વ્યક્તિઓનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું જેમાં માલપુરના દિવ્યાંગ જીગ્નેશભાઈ ભટ્ટનું જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારિક દ્વારા જિલ્લા વિકાસ અધિકારી, અધિક કલેક્ટર, જિલ્લા એસ.પી.તથા જિલ્લાના ધારાસભ્યો ધવલસિંહ ઝાલા પી સી બરંડા અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લીખનીય છે કે જીજ્ઞેશભાઈ બંને પગે દિવ્યાંગ છે અને છેલ્લા ૨૫ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત છે. તેઓએ અનેકવિધ એવોર્ડ મેળવેલ છે. જીજ્ઞેશભાઈને આ સન્માન બદલ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કપિલ ભાઈ પટેલ અને શુભેચ્છકોએ અભિનંદન આપ્યા હતા.
અલ્પેશ ભાટિયા – માલપુર

