સત્ય વિચાર દૈનિક

કપડવંજના અંતિસર તથા તેના પરા વિસ્તારોમાં પીવાના પાણી માટે વલખા

કપડવંજના અંતિસર તથા તેના પરા વિસ્તારોમાં પીવાના પાણી માટે વલખા

અહેવાલ તસવીર
હરીશ જોશી ,કપડવંજ


નવીન બનાવેલ સંપ તકલાદી હોય લીકેજ થતાં હોવાના આક્ષેપ

કપડવંજ તાલુકાના અતિસર ગામમાં પાણી માટે મહિલાઓને રઝળપાટ કરવી પડે છે.ગામમાં તંત્ર દ્વાર બનાવેલ સંપની ગુણવત્તા પર પ્રજા સવાલ ઉઠાવી રહી છે.નવીન બનાવેલ સંપ તકલાદી હોય લીકેજ થઈ રહ્યા છે.પાણીની વિકટ સમસ્યા માટે સંબંધિત તંત્રને જાણ કરવા છતાં પણ તેનો કોઈ જ ઉકેલ આવ્યો નથી.

કપડવંજ તાલુકાના અંતિસર ગામ તથા તેના પરા વિસ્તારોમાં પાણી પુરવઠાની યોજનામાંથી નવા બનાવેલ સંપોમાંથી અડધા જેટલા સંપો છેલ્લા એકાદ મહિનાથી પાણી ભરી અને ચાલુ તો કર્યા છે પરંતુ ઘણા એવા સંપોનું કામ તકલાદી છે અને લીકેજ છે.સાથે સાથે સંપ ઓપરેટ કરવા માટે જે સ્વીચ રૂમો બનાવી છે તેના ધાબા લીકેજ છે તેનું સમારકામ કર્યા વગર પાણી પુરવઠાએ ચાલુ કરી દીધા છે.આ બાબતની ગામના સરપંચને જેતે વિસ્તારના સભ્યો તથા ગામ આગેવાનો દ્વારા લેખિતમાં અરજી આપી ધ્યાન દોર્યુ છે.તો તેમનું જવાબ છે કે આ બાબતે તેઓએ લાગતા વળગતા અધિકારીઓને જાણ કરી છે.લસુન્દ્રા જૂથ પાણી પુરવઠા યોજનામાંથી પાણી આવે છે.અગાઉ જુની લાઈનમાંથી પાણી નિયમિત તો ઠીક પરંતુ બે ચાર દિવસે પણ પાણી મળતું હતું.પરંતુ હાલ પરિસ્થિત દયનીય છે.જેતે ગામમાં પાણી સંપમાંથી આપવામાં આવે છે.પરંતુ પાણી પૂરૂં પડતું જ નથી.અને સંપોમાંથી પાણી ચાલુ કરવા કોઈ ઓપરેટર જ નથી. જે ઓપરેટરો સંપોમાં પાણી ભરે છે તેઓનું કહેવું છે કે તેમની જવાબદારી ગામમાં જેતે વિસ્તારોમાં પાણી વિતરણ કરવાની નથી.તો આ જવાબદારી કોની?અગાઉ જુની લાઈનોમાં પાણી છોડવામાં આવતું હતું તો તેમાંથી પાણી પુરવઠાના ઓપરેટરો પાણી પહોંચાળતા હતા.માટે હવે સમસ્યા એ પણ છે કે પાણીની વિકટ પરિસ્થિતિમાં ના છૂટકે જેતે ગામના માણસ યા મહિલાઓ સંપમાંથી પાણી મેળવવા જાતે ઇલેકટ્રીક મોટર ચાલુ કરવા મજબુર થયા છે તેમ આ વિસ્તારના જાગૃત નાગરિકે જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!