સત્ય વિચાર દૈનિક

મહિસાગર કલેકટર કચેરીની સમય સુચકતાના કારણે બનાવટી હુકમની બજવણી થતા અટકી

  • રિપોર્ટ. વિજય. જોષી. લુણાવાડા

  • મહીસાગર કલેકટર કચેરીના કમ્પ્યૂટર ઓપરેટર અતુલ ભોઇ દ્વારા બનાવટી સહી કરી હુકમ કરી હોવાની હકીકત  સામે આવી

  • જિલ્લા સેવા સદન કમ્પ્યુટર ઓપરેટર ગેરરીતિ કારણે સામાન્ય અરજદાર મહામૂલી જમીન ગેરકાયદે વેચાણ અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવી જિલ્લા કલેકટર સુ. નેહા કુમારીએ ગેરરીતિ આચરનારાઓ સામે કડક વલણ અખત્યાર કર્યું છે.


    આ અંગેની વિગત એવી છે કે, કલેકટર કચેરી,મહીસાગર-લુણાવાડાની આર. ટી એસ શાખામાં આઉટસોર્સ કંપનીના ઓપરેટર તરીકે ફરજ બજાવતા અતુલ ભોઇ રહે લુણાવાડા દ્વારા નાયબ મામલતદાર તથા કારકુનની બનાવટી સહી કરી, બનાવટી હુકમ કર્યાનું ધ્યાન પર આવ્યું હતુ જેની ગંભીરતાને ધ્યાને રાખી તત્વરીત તપાસ કરતા હકીકત જાણવામાં આવેલ કે, નિયમિત ચાલતા આર.ટી.એસ કેસની જેમ જ પક્ષકારો માટેની મુદત કાઢી પક્ષકારોની સહી મેળવી અને ત્યારબાદ ૭૩AAનું નિયંત્રણ હટાવતો ખોટી સહિથી બારોબાર હુકમ કર્યો અને ત્યારબાદ ઓનલાઈન સિસ્ટમ સાથે ચેડા કરી કેસ ડિસપોઝ કરી અરજદારને આ બનાવટી હુકમ આપી દિધો હતો અને ત્યારબાદ બનાવટી હુકમની કાચી નોંધ પણ દાખલ કરેલ હતી. પરંતુ આ બાબતની જાણ લુણાવાડા મામલતદાર કચેરીમાં ઇ ધરા શાખાને હુકમમાં સહી ખોટી જણાતા, તાત્કાલિક કલેકટર કચેરીનુ ધ્યાન દોરતા તેના અનુસંધાને રજીસ્ટર કોમ્પ્યુટર તથા શાખામાં સાધનિક કાગળોની ચકાસણી કરતા આ હુકમ બનાવટી અને ખોટો હોવાનું બહાર આવ્યુ અને કલેકટર કચેરી દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઇ સબબ આઉટસોર્સ ઓપરેટર અતુલ ભોઈ સામે બનાવટી હુક્મ કરવા તથા સરકારી રેકર્ડ સાથે ચેડા કરવા બદલ તાત્કાલીક પોલીસ ફરીયાદ નોંધી કડકમાં કડક દાખલા રૂપ ફોજદારી કાર્યવાહી કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    ****

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!