હરીશ જોશી – કપડવંજ
8 વર્ષથી ખેડા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં દાનનો અવિરત પ્રવાહ
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જાણીતા ઉદ્યોગપતિ ચિનુભાઈ મુન્શાની પૌત્રી ડૉ.વિરાજબેન મુન્શા છેલ્લા 8 વર્ષથી ખેડા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં દાનનો અવિરત પ્રવાહ ખેંચી લાવી રહ્યા છે જુન 2024 થી શરૂ થતા નવા સત્ર માટે ડો વીરાજ મુન્સા દ્વારા ખેડા જિલ્લાની 12 જેટલી પ્રાથમિક શાળાઓ માટે 14,500 નંગ ચોપડાઓનું દાન એકત્ર કરી ચોપડાઓ વેકેશન પહેલા શાળાઓ સુધી પહોંચાડવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. આશરે 7 લાખ રૂપિયા ના દાનથી હજારો વિદ્યાર્થીઓને વાલીઓ કૃતજ્ઞતા અનુભવી રહ્યા છે. આપણે સૌ નસીબદાર છીએ કે આવી શિક્ષણ પ્રેમી દીકરી ખેડા જિલ્લાને મળી છે. શાળા પરિવાર તથા ગ્રામજનોએ બેન તથા દાતાઓનો આભાર વ્યક્ત કરે છે .

