હરીશ જોશી – કપડવંજ
કપડવંજમાં શેરડીનો રસ, બરફના ગોળા, મિલ્ક શેક, તરબૂચ ની ગુણવત્તા તપાસવા તંત્ર સાબદુ બને તે જરૂરી
કપડવંજ તાલુકામાં ગરમી વધવાની સાથે કેટલાક દિવસોથી પાણીજન્ય રોગચાળાનો મુદ્દો પ્રજામાં ચર્ચાએ રહ્યો છે.દૂષિત પાણી હોય અથવા તો બરફનાગોળા, શેરડીનો રસ જેવા વિવિધ પ્રકારના પાણી પીણી ના કારણે હોય પરંતુ કપડવંજ શહેરમાં પેટના દુખાવા અને ડાયરિયાની બૂમ ઊઠવા પામી છે.
ત્યારે ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા અસરકારક પગલાં લઈ પાણીજન્ય રોગચાળો ન ફેલાય તે માટે અગાઉથી જ સાવચેત થવાની જરૂર જણાઈ રહી છે તે માટે કરીને તંત્ર દ્વારા નમૂના લેવાય અને તપાસ થાય તેવું જનતા જણાવી રહી છે.

