સત્ય વિચાર દૈનિક

ફાગણની ફોરમ – જુહી સોલંકી ‘ સચેત ‘ ભુજ કચ્છ

ફાગણની ફોરમ – જુહી સોલંકી ‘ સચેત ‘ ભુજ કચ્છ

ફાગણની ફોરમ હૈયે આવીને એ મહેંકી ગઈ;
આવી ખુશીઓનું તાળું ચાવીથી એ ખોલી ગઈ.

વ્યક્તિના મુખે ગુલાલની રમઝટ એ જમાઈ ગઈ;
ત્યોહાર મહી હોળીના રંગે એ કાયા રંગાઈ ગઈ.

અનેક રંગો મહી આજ જીવનના રંગે બદલાઈ ગઈ;
ભરી ફુગ્ગા-પિચકારી લઈને સૌની ઉપર એ ફેંકી ગઈ.

લાગણી ભીના સંબંધ મહી, રંગે એ સચવાઈ ગઈ;
હૈયે રાખી હેમ, ખુશીઓના આસું મહી એ સારી ગઈ.

કેસૂડાનો રંગ આજ, તન-મન મહી એ સ્પર્શી ગઈ;
રંગોની રમઝટ આજ મારે આંગણે એ જમાવી ગઈ.

જુલી સોલંકી ‘ સચેત ‘
ભુજ-કચ્છ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!