ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ જોરાપુરા પ્રાથમિક શાળા માં અભ્યાસ કરતા ધોરણ 8 ના વિદ્યાર્થી ભાઈ બહેનો નો વિદાય સમારંભ યોજાઈ ગયો હતો . સમારંભની શરૂઆત સરસ્વતી વંદના પ્રાર્થના કરી કરવામાં આવી હતી. બાળકોએ સુંદર અભિનય વિદાય ગીત રજૂ કર્યુ હતુ. ધોરણ આઠમાંથી વિદાય રહેલા વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. આપ્રસંગે એસ.એમ.સી સભ્યો, વાલીઓ હાજર રહ્યા હતા.સ્કૂલના શિક્ષકોએ બાળકોને આગળ ભણવા અંતર્ગત સમજ આપી તેમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા . શાળા ના તમામ શિક્ષક મિત્રોએ , મધ્યાહન ભોજન ના સ્ટાફે ભેગા મળી બાળકોને ભાવભર્યુ તિથિ ભોજન ભાજીપાઉ પીરસવામા આવ્યું હતું. કાર્યક્રમ ના અંતે સ્કૂલ દ્વારા બાળકોને નાની ભેટ સ્વરૂપ એક ફોલ્ડર ફાઈલ અને બોલપેન આપવામાં આવી હતી. સત્કાર સમારંભના અંતે સૌ શિક્ષકોએ વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમની તેજસ્વી કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવી હતી.

