અહેવાલ તસવીર
જગદિશ પ્રજાપતિ
અરવલ્લી
શિક્ષણના ધામ સાઠંબા હાઇસ્કુલ પાછળ ઢોર ચારી રહેલા પ્રવિણ પરમાર પર જીવલેણ હુમલો કર્યાની ચાર શખ્સો સામે ફરિયાદ
આ અસામાજિક તત્વોને પકડવા ગયેલી પોલીસને પણ પોલીસ મથકમાં જ બેફામ ગાળો બોલી તમારાથી થાય એ કરી લો તેવા શબ્દો ઉચ્ચારતાં આરોપીઓ
સાઠંબા પોલીસ મથક વિસ્તારમાં સાઠંબા હાઇસ્કુલ પાછળના ભાગમાં નશો કરવા બેઠેલા ચાર શખ્સોએ સોમવારે નજીકના ખેતરમાં ભેંસો ચારી રહેલા સાઠંબા ગામના પ્રવિણસિહ પરમાર નામના ઈસમને તું અહીં અમને જોવા કેમ આવ્યો તેમ જણાવી બિભત્સ ગાળો બોલી ઝઘડો કરી જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં પ્રવીણસિંહ પરમારના જીવનને જોખમ ઉભું થતાં 108 મારફતે વધુ સારવાર અર્થે વાત્રક ખસેડાયો હતો.
સાઠંબા પોલીસને ઘટના અંગે ફરિયાદ કરાતાં સાઠંબા પોલીસ મથકના મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર સેજલ પટેલે તાત્કાલિક અસરથી પગલાં લઈ આવા અસામાજિક તત્વોની ધરપકડ કરી બુધવારના રોજ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવા ચારેય આરોપીઓનું સરઘસ પણ કાઢ્યું હતું
પ્રવિણસિંહ પરમાર ઉપર દારૂ પીધેલા અસામાજિક તત્વો દ્વારા જીવલેણ હુમલો કર્યાની ઘટનાથી પ્રવીણસિંહ પરમારની પરિવાર ભયના ઓથાર હેઠળ ફફડી રહ્યો છે.
પ્રવિણસિંહ(ગબાભાઈ) પરમાર રહે. સાઠંબાએ પોલીસ ફરિયાદ નોંધાવતાં સાઠંબા પોલીસે (૧) રાહુલસિહ ઉદેસિંહ સોલંકી (૨) રાજેન્દ્રસિંહ ભુપતસિંહ સોલંકી (૩) રાજ બહાદુરસિંહ દિલીપસિંહ સોલંકી તમામ રહે. કાશીયાવત. તા. સાઠંબા. (૪) કાર્તિકકુમાર લક્ષ્મણભાઈ ઠાકોર રહે આસપુર તા. વિરપુર સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલ હવાલે કર્યા છે.



