સત્ય વિચાર દૈનિક

કઠલાલ મેથોડિસ્ટ ચર્ચમાં ગુડ ફ્રાઇડે ની ઉજવણી

કઠલાલ મેથોડિસ્ટ ચર્ચમાં ગુડ ફ્રાઇડે ની ઉજવણી

       કઠલાલ મેથોડિસ્ટ ચર્ચ દ્વારા ગુડ ફ્રાઇડેની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ચર્ચમાં પ્રાર્થના આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ મેથોડિસ્ટ ચર્ચ કઠલાલના સભાસદો કઠલાલ નગરના ખ્રિસ્તી ભાઈ બહેનો અને આજુબાજુના ગામના ખ્રિસ્તી ભાઈ બહેનો કઠલાલ નગરમાં ગુડ ફ્રાઇડેની રેલીમાં જોડાયા હતા જેમાં ઈસુ ખ્રિસ્તના ક્રૂસીફીકેશનનું આબેહૂબ નિરૂપણ કરતા પાત્રો સાથે રેલી કાઢવામાં આવી હતી. મેથોડીસ્ટ ચર્ચ કઠલાલના પાળક રેવ જ્યોર્જ ક્રિશ્ચિયન, પાસ્ટર અમિત ગામિત, ફાધર વિક્રમ મહિડા અને કેપ્ટન ઇમાનુએલ કઠલાલ નગરપાલિકાના કાઉન્સિલર જશુભાઈ ક્રિશ્ચિયન અને આજુબાજુના વિસ્તારના પાળક ઉપસ્થિત રહ્યા હતા..

રેવ જ્યોર્જ ક્રિશ્ચિયન દ્વારા ગુડ ફ્રાઇડે ની તહેવારની લોકોને સમાજ આપવામાં આવી હતી તેમાં તેમણે જણાવ્યું કે ગુડ ફ્રાઇડે એ ઈસુ ખ્રિસ્તે સમગ્ર માનવ જાત માટે આપેલ બલિદાનને યાદ કરવાનો દિવસ છે.આ દિવસે ઈસુ ખ્રિસ્તે મનુષ્યને પાપની માફી મળે તે માટે પોતે નિષ્કલંક હોવા છતાં વધસ્તંભ પર પોતાનો જીવ આપી દીધો.

 આમ સમગ્ર માનવ જાતને પાપ માંથી માફી મળેલી હોવાથી  ભલો શુક્રવાર કહેવામાં આવે છે.રેલીમાં બધા જ મિશનના ભાઈ-બહેનો સહિત લગભગ 500ઉપરાંત લોકો જોડાયા.

કસુદ કારીગર,કઠલાલ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!