કપડવંજના વોર્ડ નંબર ૧ પ્રિયા સોસાયટીમાં રહેતા ૮૮ વર્ષના વયોવૃદ્ધ બા કુસુમબેન પટેલ લોકશાહીના મહાપર્વની ઉજવણીમાં ભાગ લેવા મતદાન કરવું જરૂરી છે તેવી નૈતિક ફરજ સમજી આટલી ઉંમરે કાળઝાળ ગરમીમાં પણ વહેલી સવારે આવી પહોંચ્યા હતા.
આજના દિવસે યુવાનોએ અને રાજકીય પાર્ટીના કાર્યકરોએ મતદાન વધુ થાય અને સૌ કોઈ ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે મતદાન માટે સહયોગ અને મદદરૂપ થવાની એક અનોખી સેવાકીય કામગીરી નજરે આવી રહી છે..
વયોવૃદ્ધ બા ને વર્ષાબેન પંચાલ , વિજય યાદવ અને ગોકુલ પટેલ દ્વારા મતદાન મથક સુધી લઈ જવામાં ઉત્તમ સેવા કરીને ઉદાહરણ પૂરું પાડ્યું હતું..
લોકશાહીના સાચા મૂલ્યોનું જતન કરવા યુવાઓએ જે કામગીરી કરી તે બિરદાવવા લાયક છે.
હરીશ જોશી – કપડવંજ