સત્ય વિચાર દૈનિક

સપ્ટેમ્બર માસથી હેલ્મેટ ફરજિયાત

સપ્ટેમ્બર માસથી હેલ્મેટ ફરજિયાત

અહેવાલ તસવીર – હરીશ જોશી , કપડવંજ

દ્રી-ચક્રી વાહનના હેલ્મેટ બાબતે ખેડા જિલ્લા પોલીસ એક્શન મોડમાં

ખેડા જિલ્લામાં ઓગષ્ટ માસ દરમિયાન દ્રી-ચક્રી વાહન ચાલકોએ ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરવા અંગે વિવિધ કાર્યક્રમો યોજીને હેલ્મેટનો ઉપયોગ કરવા નાગરિકોને સમજ કરવામાં આવી અને આજરોજ ૧લી સપ્ટેમ્બર ના રોજ ખેડા જિલ્લામાં હેલ્મેટનો ઉપયોગ ન કરતા કુલ = ૬૬૭ વાહન ચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી રૂપિયા 3,33,500 નો દંડ ફટકારવામાં આવેલ છે. ખેડા જિલ્લા ટ્રાફિક પીઆઈ કિંજલ ચૌધરીનાજણાવ્યા અનુસાર આ અભિયાન દ્વારા વાહન ચાલકોની જાનની સલામતી માટે  આ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવનાર છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!