અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી સવેરા સાનિધ્ય સોસાયટીમાં હોળીના દિવસે હોલિકાનું પૂજન કરવામાં આવ્યું હતું અને રાત્રે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. જેમાં, સોસાયટીના તમામ સભ્યો પરિવાર સાથે જોડાયા હતા. તેમજ તમામ સભ્યોને ખજૂર અને ધાણીની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
એવી જ રીતે ધુળેટીની ઉજવણી પણ હર્ષ અને આનંદથી કરવામાં આવી હતી. સમગ્ર સોસાયટીના તમામ સભ્યો સાથે મળીને પાણી અને ઓર્ગેનિક નેચરલ કલરથી હોળી રમ્યા હતા. જેમાં, નાના બાળકો, યુવાનો, વડીલો અને બહેનો બધા હળી મળીને રંગોત્સવ ઉજવાયો હતો.
સમગ્ર આયોજનમાં સવેરા સાનિધ્યની કમિટીના સભ્યો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં, સોસાયટીના તમામ સભ્યોએ સાથ અને સહકાર આપ્યો હતો.

