કપડવંજ તાલુકાનાં કેટલાક ગામોમાં થયેલ મનરેગા હેઠળ વનીકરણ કામની તટસ્થ તપાસ થાય તો સત્ય બહાર આવે તેવી શક્યતા
મળતી માહિતી અનુસાર કપડવંજ તાલુકાના 8 ગામોમાં નાણાકીય વર્ષ 2024/2025 દરમ્યાન અંદાજિત 9000 પ્લાન્ટ રોપવા માટે લગભગ રૂ 13 લાખથી વધુ ખર્ચ કરવામાં આવ્યો છે અને તે ફકત એક એજન્સી નારી એકતા ક્લસ્ટર સખી સંઘને કામ આપતા તાલુકામાં ચર્ચાઓ ઉઠી છે . એક છોડની કિંમત 145 રૂપિયા જેટલી ઊંચી રકમ મનરેગા વિભાગ દ્વારા ચૂકવી છે જે સરકારની અધિકૃત વેબસાઇટ પરથી જાણવા મળ્યું છે. આ એજન્સીને કામ આપવા માટે નીતિ નિયમનું માર્ગદર્શિકા પ્રમાણે પાલન કરાયું છે કે નહીં તે પણ એક તપાસનો વિષય છે. જો ઉચ્ચ કક્ષાએથી સ્થળ તપાસ થાય તો સત્ય બહાર આવે તેમ છે. પણ શું અધિકારીઓ તટસ્થ તપાસ કરવા કચેરીમાથી બહાર નીકળશે કે નહીં તેના પર નજર મંડાયેલી છે .
જે ગામમાં થયેલ વનીકરણની મુલાકાત લેતા સ્થળ પર નિયમ અનુસાર માહિતી દર્શક બોર્ડ , છોડ જેવુ કઈ દેખાયું નથી. જેથી તાત્કાલિક ધોરણે છોડ વાવવાનું શરૂ કરી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. હવે જોવાનું રહ્યું કે સરકારી યોજનાઓ થકી જે હેતુ અર્થે નાણાં ફાળવવામાં આવે છે તેમાં ગેરરીતિની શંકા જતી હોય તેની ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર કર્મચારીઓ કે અધિકારીઓ સામે તપાસ થકી જો કસૂરવાર ઠરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું .
| કપડવંજ તાલુકાનાં વિવિધ ગામોમાં થયેલ કામ – નારી એકતા ક્લસ્ટર સખી સંઘ | |||||||
| ક્રમ | ગામ | સર્વે નંબર | બિલ નંબર | પ્લાન્ટ – છોડ |
ભાવ | કુલ ચૂકવેલ રકમ |
તારીખ |
| 1 | સિંઘાલી | 23 | 401 to 408 | 2400 | 145 | 348000 | 04/10/2024 |
| 2 | દાણા | 431 | 414 to 416 | 800 | 145 | 116000 | 08/10/2024 |
| 3 | ધોળીવાવ | 227 / 2 | 412, 413 | 600 | 145 | 87000 | 08/10/2024 |
| 4 | ભોજાના મુવાડા | સ્મશાન ગૃહ | 411 | 100 | 145 | 14500 | 07/10/2024 |
| 5 | આતર સુંબા | પશુદવાખાના | 409 | 300 | 145 | 43500 | 07/10/2024 |
| 6 | લાલ માંડવા | તાલપોડા દેરડી સર્વે – 9 |
425 to 432 | 2400 | 145 | 348000 | 10/10/2024 |
| 7 | તેલનાર | પલેયા સર્વે 33 |
417 to 424 | 2400 | 145 | 348000 | 09/10/2024 |
| 8 | વાઘજીપુર | સર્વે 212/ 1 | 410 | 250 | 145 | 36250 | 07/10/2024 |
| 9000 | 1341250 | ||||||
| આ તમામ માહિતી સરકારની અધિકૃત વેબસાઇટ પોર્ટલ પરથી લીધેલ છે * | |||||||

