અહેવાલ- કેતન પટેલ
ખેડા જિલ્લામાં હોળી ધૂળેટીનાં તહેવાર નિમિત્તે 18 જેટલી 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ ગ્રીન હેલ્થ સર્વિસ કાર્યરત રહેશે. હોળી અને ધૂળેટીનાં તહેવારમાં 70%થી 80 % ઈમરજન્સી કેસમાં વધારો થાય છે, જેથી કરીને કોઈપણ આપતકાલીન પરિસ્થિતિમાં 108 ઈમરજન્સી સર્વિસ 24×7 કાર્યરત રહેશે. તેમજ હોળી ધુળેટીના તહેવાર પર ડાકોર મેળાને ધ્યાનમાં રાખીને 18 પૈકી 6 જેટલી 108 એમ્બ્યુલન્સને ડાકોર જતાં ભાવી ભક્તોની સેવામાં કોઈ પણ ઈમરજન્સીમાં 80 જેટલા 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓ ખડેપગે કાર્યરત રહેશે, તેમ ખેડા જિલ્લાના પ્રોગ્રામ મેનેજર બલદેવ રબારી અને ખેડા જિલ્લાના સુપરવાઇઝર ઈરફાન દિવાને જણાવ્યું હતું.