હીટવેવને ધ્યાનમાં રાખી શાળા સમય સવારનો કરી શાળા છૂટવાનો સમય 11.00 કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લાની રજૂઆત
Home - ગુજરાત - મધ્ય ગુજરાત - ખેડા - હીટવેવને ધ્યાનમાં રાખી શાળા સમય સવારનો કરી શાળા છૂટવાનો સમય 11.00 કરવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લાની રજૂઆત
ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે, હવામાન વિભાગ દ્વારા પણ આવનારા સમયમાં હીટ વેવની આગાહી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર ખેડા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ભણતા નાના નાના બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને શાળા સમયમાં ફેરફાર કરવા અંગે ખેડા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.
સવારની શાળાનો સમય 7:15 થી 12:00 વાગ્યાનો હોય છે. ત્યારે, બાળકો સીમ વિસ્તાર માં 2 થી 3 કિલોમીટર ચાલીને આવતા હોય છે. 40 ડિગ્રી જેટલાં તાપમાનમાં બાળકોના સ્વાસ્થ્યને નુકસાનના થાય તેવી ચિંતા સાથે રજુઆત કરવામાં આવી છે કે, 12:00ના બદલે 11:00 કલાક સુધી શાળાનો સમય કરવાની રજુઆત સમગ્ર જિલ્લા વતી ખેડા જિલ્લા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે.