અહેવાલ – કિશોર ઈસામલિયા
અમરેલી કુકાવાવ રોડ પર વી.કે.ફાર્મમાં સૌ પ્રથમ સવારે ૯:૩૦ કલાકે સ્નેહમિલન અને બપોરે ૧રઃ૩૯ ચૂંટણી અધિકારી સમક્ષ જેનીબેન ઠુમ્મર પોતાનું ફોર્મ રજુ કરશે.
પ્રદેશ અને જિલ્લાના રાજકીય અગ્રણી આગેવાનો , કાર્યકરો અને મોટી સંખ્યામાં મતદારોની હાજરીમાં આશીર્વાદ લઈને અમરેલીના વિકાસ અર્થે ઉમેદવારી નોંધાવી જીત મેળવશે તેવો દાવો કર્યો. “વિકાસનું હુન્નર આ વખતે જેની ઠુમ્મર” ના સ્લોગ્ન સાથે ચૂંટણીનાં મેદાને પડ્યા છે. તેઓ ગુજરાત કોંગ્રેસના મહિલા પ્રમુખ તરીકે કાર્યરત છે. તેમજ તેઓ પૂર્વ ધારાસભ્ય વીરજી ઠુમ્મરના દીકરી છે. વીરજી ઠુમ્મર પ્રજાના પ્રશ્નોને સરકાર સમક્ષ લાવીને સમસ્યાઓનું નિરાકરણ લાવવા હરહમેશ તત્પર અને કાર્યશીલ રહે છે .જેનો લાભ મળવાની પૂરેપુરી સંભાવના રહેલી છે.

આ તકે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોમાં પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સિઘ્ધાર્થભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત ,જગદીશભાઈ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ,ઈન્દ્રવિજયસિંહ ગોહિલ,પરેશભાઈ ધાનાણી,હરપાલસિંહ ચૂડાસમા,અમીબેન યાજ્ઞિક,સહિત આમ આમ આદમી પાર્ટીના ગારીયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય ઠકારશીભાઈ મેતલીયા, ડો.કનુભાઈ કળસરીયા, મેહુલભાઈ લવતુકા, કનુભાઈ બારૈયા,પી.એમ.ખેની, બી.એમ.માંગુકીયા, ચંદ્રેશભાઈ રવાણી, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ,પ્રવિણભાઈ પૂર્વ પ્રમુખ , પૂર્વ ધારાસભ્ય દિલીપસિંહ ગોહિલ,કનુભાઈ બારૈયા(ભાવનગર),પૂર્વ પ્રમુખ ઝવેરભાઇ ભાલીયા,મહિલા કોંગ્રેસ પ્રમુખ મીનાબેન સોંડાગર,જિલ્લા પંચાયત વિરોધપક્ષ નેતા જે.ડી.કાછડ, રાજભાઈ મહેતા મહુવા, પ્રદેશ અગ્રણી ગીરીરાજ સિંહ ગોહિલ,અજીતસિંહ ગોહિલ,મુર્તુઝાખાન પઠાણ,વજીરખાન પઠાણ, સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ પ્રમુખ ડી.કે.રૈયાણી,એ.ટી.સોસા,પંકજભાઈ કાનાબાર,શંભુભાઈ દેસાઈ,ટીકુભાઈ વરૂ,ભરતભાઈ હપાણી,આમ આદમી પાર્ટીના કાંતિભાઈ સતાસીયા,જેરામભાઈ સોહલીયા,ભરતભાઈ બલદાણીયા-રાજુલા, સહિત જિલ્લા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંગઠનની આગેવાનો કાર્યકરો અને નગરપાલિકા તાલુકાપંચાયત પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા સદસ્યો, પૂર્વ સદસ્ય, વિવિધ સહકારી યુવક કોંગ્રેસ મહિલા કોંગ્રેસ સેવાદળ એન સી યુ આઈ કિસાનસેલ લઘુમતી સેલ,એસ.સી.,એસ.ટી.સેલ સહિત વિશાળ સંખ્યામાં ઈન્ડીયા ગઠબંધનના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.

