અહેવાલ તસવીર
હરીશ જોશી , કપડવંજ
કપડવંજ નગરપાલિકા દ્વારા નગરના સાંકડા રસ્તા ઉપરના વિસ્તારોની ગટરો સાફ કરવા માટે નાની સાઈઝનું જેટીંગ મશીન કાર્યરત હતું.પરંતુ કોઈપણ કારણોસર સદર જેટીંગ મશીન હાલ બંધ હાલતમાં છે તેને રીપેરીંગ કરાવવાની જરૂર છે તેવું જાણવા મળ્યું છે હાલ કપડવંજ શહેરની અંદર પાણી ગંદુ અને ડહોળુ આવે છે અને દુર્ગંધ મારે છે તેવી ફરિયાદો વધારે પ્રમાણમાં છે આવા સંજોગોમાં જેટિંગ મશીનથી ગટરો સાફ કરવામાં આવે તો આ સમસ્યાનું સોલ્યુશન મહદ અંશે મળી શકે તેમ છે પણ જેટિંગ મશીન બંધ હાલતમાં હોવાથી આનું કોઈ નિરાકરણ આવતું નથી અને નગરજનો આવું દુર્ગંધ મારતું પાણી અને ડહોળું પાણી પીવા મજબૂર બની રહ્યા છે!!! નગરના સાંકડા વિસ્તારોમાં ગટર સાફ કરવા માટે જેટિંગ મશીનનો અભાવ હોય જનતાને હાલાકી ભોગવવી પડી રહી છે આ અંગે મ્યુનિસિપલ સદસ્ય નરેશાબેન વૃજેશભાઈ શાહે ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી અને મશીન તાત્કાલિક રીપેર કરાવવાની માગણી કરી છે.તંત્ર દ્વારા સદર જેટીંગ મશીન સત્વરે કાર્યરત કરવામાં આવે તેવી પ્રજાની લાગણી અને માંગણી છે.
