સત્ય વિચાર દૈનિક

કપડવંજ પોલીસે ફીલ્મી ઢબે ગૌવંશને લઈ જતી કારનો પીછો કરી ત્રણ ઈસમોને ઝડપી પાડયા

કપડવંજ પોલીસે ફીલ્મી ઢબે ગૌવંશને લઈ જતી કારનો પીછો કરી ત્રણ ઈસમોને ઝડપી પાડયા

અહેવાલ તસવીર
હરીશ જોશી, કપડવંજ

પોલીસની ગાડીને ટક્કર મારી નુકશાન કર્યું

કપડવંજમાં બલેનો ગાડીમાં ગૌવંશને લઈ જતા ઈસમોનો ફીલ્મી ઢબે પીછો કરતા ગાડીના ચાલકે પોલીસની ગાડીને ટક્કર મારતા તેઓની કાર ઉભી રહી જતા ત્રણ ઈસમો વાછરડી સાથે ઝડપાઈ ગયા હતા.અગાઉ સદર ત્રણેય ઈસમો સામે ગુન્હાહિત ઈતિહાસ નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ ટાઉન પોલીસ ટીમ તથા શી ટીમ નવરાત્રિ પર્વને અનુલક્ષીને પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ગરોડ નાકા તરફ આવતા દૂર પોલીસની ગાડીની લાઈટથી માલુમ પડ્યું હતું કે એક ગાડીમાંથી ત્રણ જેટલા માણસો ઉતર્યા હતા.અને ગૌવંશને ડેકીમાં ભરતા હતા. જેથી પોલીસ તરત જ દોડી જતા પોલીસને જોઈને ત્રણેય ઈસમો ગાડી લઈને ફરાર થવાની કોશીષ કરતા હતા. તથા ગાડી કપડવંજથી કઠલાલ તરફ હંકારી ગયા હતા. ત્યાંથી તેઓ કપડવંજ તરફ આવતા હોવાની માહિતી મળતા ગાડીનો પીછો કરી તેને ઉભી રાખવાની કોશીષ કરી હતી.જેથી ગાડીના ચાલકે ફુલ સ્પીડે પોલીસની ગાડીને ટક્કર મારતા પોલીસની ગાડી ફસડાઈ ગઈ હતી.તથા ગૌવંશ લઈ જતી ગાડી પલ્ટી ખાઈ જતા પોલીસે ગાડીનું ચેકીંગ કરતા ગાડીની ડીકીમાં ગૌવંશ વાછરડી મળી આવી હતી. પોલીસના હાથે ઝડપાયેલા ઈસમોમાં સમીર ઉર્ફે સલમાન યાકુબ અહેમદશહીદ સકલા, ઈકરામ સિકંદર અબ્દુલરહીમ ગીતેલી તથા તાહીર સીરાજ અબ્દુલગફાર બોકડા તમામ રહે.ગોધરા,જિ.પંચમહાલનાઓને પોલીસે અટકાયત કરી હતી. તથા બલેનો ગાડી, મોબાઈલ ફોન તથા અંગ જડતીમાંથી મળેલ રકમ મળી કુલ રૂ.૪,૧૫,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ત્રણેય ઈસમોની પોલીસે પુછપરછ કરતા તેઓ માંસનું વેચાણ કરતા હોય આ રીતે ગાડીમાં રાત્રિના સુમારે રસ્તામાં આવતા ગામડાઓમાં અવાવરૂ જગ્યાએ બેસી રહેતા અને ગૌવંશને ટાર્ગેટ કરી ત્રણેય જણાઓ મળી ગૌવંશને ગાડીમાં લઈ જઈ ગોધરા મુકામે લઈ જઈ કતલ કરી તે માંસનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે.તથા તેઓના વિરૂદ્ધ ગોધરા,શહેરા ખાતે આવા ઢોર ચોરીના તેમજ ગૌમાંસ અંગેના ગુન્હાઓ નોંધાયેલા છે.પોલીસની ગાડી તથા ઈસમોની ગાડીને ભારે નુકશાન થયું છે.સમીર ઉર્ફે સલમાન સામે વેજલપુરમાં બે ગુન્હા તથા ગોધરા બી ડીવીઝનમાં એક ગુન્હો, ઈકરામ સામે ગોધરા બી ડીવીઝનમાં ત્રણ ગુન્હા તથા શહેરામાં એક ગુન્હો અને તાહીર સામે ગોધરા બી ડીવીઝનમાં ચાર ગુન્હા તથા વેજલપુર અને શહેરામાં ગુન્હા નોંધાયેલા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!