તસવીર અહેવાલ – હરીશ જોશી કપડવંજ
આ મહિલાઓ 25 થી વધુ ગુનાઓ ને અંજામ આપી ચુકી છે હાલ આ મહિલાઓને પકડી અન્ય રાજ્યની પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરી છે
કપડવંજ શહેરમાં ચોરીનો અંજામ આપવા રેકી કરી ગયેલ મહિલાઓ આજરોજ ચોરીની ફીરાકમાં કપડવંજ શહેરમાં આવેલ બેંકો આગળ રેકી કરે છે.જે આધારે તાત્કાલીક મહીલા પોલીસને સાથે રાખી જતા શંકાસ્પદ ૩ મહીલાઓ બેંક આગળ રેકી કરતી જણાઇ આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી પુછપરછ કરતા ભારત દેશના અલગ અલગ રાજ્યના ૨૫ જેટલા ગુનાઓ આચરેલ હોવાનું જણાઇ આવેલ તેમજ હાલ આ ત્રણેય આરોપીઓ મહારાષ્ટ્ર, રાજસ્થાન,ગુજરાત,મધ્યપ્રદેશના ચોરીના ૬ ગુનાઓમાં નાસતા ફરતા કાર્યવાહી કરી મહારાષ્ટ્ર પોલીસને જાણ કરી આરોપીઓનો કબ્જો સોપવા તજવીજ કરવામાં આવેલ છે.
કપડવંજ ટાઉન પોલીસની સતર્કતાના કારણે ચીલઝડપ/ચોરી જેવો ગંભીર ગુનો બનતો અટકાવી આંતરરાજ્ય ૨૫ જેટલા ગુનાઓ આચરેલ “કડીયા સાંસી” ગેંગની મુખ્ય સુત્રધાર સાથે મહીલા ત્રિપુટીને ઝડપી પાડી છે.
પકડાયેલ આરોપીઓ
નિકીતા સજજનસિંહ ભગવાનસિંહ ભાનેરીયા (સીસોદિયા)ઉ.વ.૧૯ રહે- ગુલખેડી,પાણીની ટાંકીની સામે, સરકારી સ્કુલની પાસે તા.પચોર જી.રાજગઢમધ્ય પ્રદેશ બોડા પોલીસ સ્ટેશન (મુખ્ય સુત્રધાર) દખોબાઈ વિજેન્દ્ર માંગીલાલ ઢપાણી(સીસોદીયા)(સાંસી) ઉ.વ.૩૫ રહે- હુલખેડી,હનુમાનજી મંદીર પાસે તા.નરસિંહગઢ જી.રાજગઢ મધ્યપ્રદેશ બોડા પોલીસ સ્ટેશન અને શબાના બ્રીજેશ મનજીતસિંઘ સીસોદિયા (સાંસી)ઉ.વ.૨૮ રહે- ગુલખેડી, નદીની પાસે તા.પચોર જી.રાજગઢ મધ્ય પ્રદેશ બોડા પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે

