ઠગે યુવકને કહ્યું તમારા ખાતામાં ભુલથી ૯૮,૭૫૦ જમા થયાનો ખોટો મોસેજ મોકલી યુવકે ઓનલાઈન ટ્રાન્સફર કરી છેતપીંડીનો ભોગ બન્યો
કપડવંજના યુવકને અજાણ્યા નંબરથી પરથી ફોન આવતા તેને જણાવ્યું કે તામારા ખાતામાં ભુલથી ૯૮,૭૫૦ની રકમ ટ્રાન્સફર થઈ છે.તેમ જણાવી યુવકને ખોટો મેસેજ મોકલી ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાતવા યુવક છેતરપીંડીનો ભોગ બન્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કપડવંજ નગરના ૩૮ વર્ષીય મહંમદી પાર્કમાં રહેતા મહંમદ ઈરફાન અબ્દુલ સત્તાર શેખ કે જેઓ પોતે છુટક ડ્રાઈવીંગ કરે છે.તેમને ગત તા.૫-૩-૨૪ના રોજ બપોરના અરસામાં કોઈ અજાણ્યા નંબર પરથી તેમના મોબાઈલ નંબર પર ફોન આવતા તેને હીન્દી ભાષીએ જણાવ્યું હતું કે મારાથી ભુલથી તમારા ખાતામાં રૂ.૯૮,૭૫૦ ઓનલાઈન નંખાઈ ગયા છે.અને તેનો સ્ક્રીન શોર્ટ તમને વોટ્સએપ પર મોકલ્યો છે.જેથી મહંમદ ઈરફાને પોતાનું વોટ્સએપ ચેક કરતા તેમાં તેના ખાતામાં ૯૮,૭૫૦ પેમેન્ટ ખાતામાં જમા થઈ ગયું હોવાનો મેસેજ આવ્યો હતો.જેથી તેને સદર નંબર ઉપરથી આવેલ ઠગ ઉપર ભરોસો બેઠો હતો. ત્યારબાદ તરત જ સદર ઠગે બીજો ફોન કરી જણાવ્યું કે મારે ઈમરજન્સી છે મારા પૈસા પરત નાંખી દેવાનું જણાવતા મહંમદ ઈરફાને ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કર્યા હતા.ત્યારબાદ તેને પોતાના બેંક ખાતામાં ઓનલાઈન બેલેન્સ ચેક કરતા માલુક પડ્યું તે છેતરપીંડીનો ભોગ બન્યો છે.જેથી તેને સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ સંદર્ભે કપડવંજ ટાઉન પોલીસ મથકના સુત્રોએ ફરિયાદી મહંમદ ઈરફાનની ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરીશ જોશી કપડવંજ