સત્ય વિચાર સાહિત્ય પરિવાર
મહોર નદીને તીરે વસેલું એવું આપણું કઠલાલ છે,
ખેડા સત્યાગ્રહનું સાક્ષી એવું આપણું કઠલાલ છે.
લાકડાનો છે મુખ્ય વેપાર એટલે નામ “કઠલાલ”છે,
મોહનલાલ જેવા સ્વતંત્રસેનાની નું ગામ કઠલાલ છે.
શેઠ.એમ.આર ને સરસ્વતી પ્રાચીન શાળા ધરાવતું કઠલાલ છે,
પ્રાચીન મંદિરો ને નદી તીરે મિનાર ધરાવતું આપણું કઠલાલ છે.
આપ્યાં જેણે દરેક ક્ષેત્રનાં શ્રેષ્ઠ વ્યક્તિઓ એ આપણું કઠલાલ છે,
ખેડા સત્યાગ્રહની સાક્ષીરૂપે કીર્તિસ્તંભ ધરાવતું આપણું કઠલાલ છે.
કવિ
ચિરાગ.એચ.શર્મા
“ચિરંજીવ” કઠલાલ
