સત્ય વિચાર દૈનિક

ખેડા જિલ્લાની ૧૫૧ શાળાના ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવા પ્રોજેક્ટ “પંચામૃત”નો શુભારંભ

ખેડા જિલ્લાની ૧૫૧ શાળાના ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવા પ્રોજેક્ટ “પંચામૃત”નો શુભારંભ

અહેવાલ તસવીર –  હરીશ જોશી , કપડવંજ

જેસીઆઈ નડીયાદ, ઈન્ડિઅન રેડક્રોસ સોસાયટી (ખેડા જિલ્લા શાખા) તથા શ્રી મારૂતિ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ખેડા જિલ્લાની ૧૫૧ શાળાઓના ધોરણ ૯ થી ૧૨ માં અભ્યાસ કરતા ૩૩,૦૦૦ વિદ્યાર્થીઓને સી.પી.આર ટ્રેનિંગ, ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ,ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ઝિબિશન, જુનિયર રેડક્રોસ મેમ્બરશિપ તથા દીકરીઓને સેનિટરી પેડ વિશે જાગૃત કરીને તેનું વિતરણ કરવાના હેતુસર પ્રોજેક્ટ ‘પંચામૃત’નો આરંભ બાસૂદીવાલા પબ્લિક હાઈસ્કુલ તથા સંતરામ ગર્લ્સ સ્કૂલમાંથી કરાયો હતો.

      આ પ્રસંગે દાનવીર મહીલા અગ્રણી વિણાબેન ઠાકોરભાઈ પટેલ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી અનુપભાઈ દેસાઈ, શાળાના પ્રમુખ  બિપીનભાઈ શાહ, જેસીઆઈ નડીઆદના પ્રમુખ જેસી જૈમિન મહેતા,સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખો, કારોબારી સભ્યો, શાળા પરિવાર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!