હરીશ જોશી – કપડવંજ
ગામના રાજમાર્ગો ઉપર ઠેર-ઠેર પુષ્પ વર્ષાથી સ્વાગત થયું
૯ એપ્રીલથી હિન્દુ નવ વર્ષ શરૂ થયું છે અને આ નવ વર્ષની સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાપક અને આદ્ય સર સંઘચાલક ડૉ. હેડગેવારજીનો જન્મ દિવસ છે તેથી કપડવંજ તાલુકામાં પથ સંચલન અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કપડવંજ તાલુકાના આતરસુંબા ખાતે પટેલ ઢાબા,દહેગામ રોડ ઉપરથી પથ સંચલન શરૂ કરવામાં આવ્યું હતું. સંઘના સ્વયં સેવકો ગણવેશ સાથે પથ સંચલનમાં જોડાયા હતા. સંચલન દરમ્યાન ગામમાં વિવિધ જગ્યાએ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.સંચલન બાદ આતરસુંબા ખાતેના કાર્યક્રમમાં જિલ્લા સહ પ્રચાર પ્રસાર પ્રમુખ મીનેષભાઈ પ્રજાપતિએ બૌદ્ધિક આપ્યું હતું. સાથે સંઘ ચાલક ધનસુખભાઈ વાલાણી તથા તાલુકા કાર્યવાહ કીરીટભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.