સત્ય વિચાર દૈનિક

સ્પેશિયલ ઓલમ્પિક્સ ગુજરાત બેડમિન્ટન ટીમનાં પ્રિ-નેશનલ કેમ્પનું કપડવંજ ખાતે સમાપન

સ્પેશિયલ ઓલમ્પિક્સ ગુજરાત બેડમિન્ટન ટીમનાં પ્રિ-નેશનલ કેમ્પનું કપડવંજ ખાતે સમાપન

સ્પેશિયલ ઓલમ્પિક્સ ભારત દ્વારા SAI સાથે મળી મનો દિવ્યાંગ ખેલાડીઓ માટે નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ બેડમિન્ટનની સ્પર્ધા તા.૧૯ માર્ચથી ૨૩ માર્ચ દરમિયાન ગુહાટી, આસામ ખાતે આયોજિત થનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાતની ટીમની પસંદગી ગત તા.૧૯ ફેબ્રુઆરી ૨૦૨૪ ના રોજ આણંદ ખાતે યોજવામાં આવેલ સ્પેશિયલ ઓલમ્પિક્સ ગુજરાત સ્ટેટ બેડમિન્ટન ચેમ્પિયનશિપ દરમિયાન કરવામાં આવી હતી. જેમાં સમગ્ર ગુજરાતના ૩૩ જીલ્લાના મનો દિવ્યાંગ ખેલાડી ભાઈઓએ ભાગ લીધો હતો.


ગુજરાતની આ મનોદિવ્યાંગ ખેલાડીઓની ટીમ સ્પેશિયલ ઓલમ્પિકસ નેશનલ બેડમિન્ટન સ્પર્ધામાં ભાગ લે તે પહેલા કપડવંજ કેળવણી મંડળ દ્વારા સ્પેશિયલ ઓલમ્પિકસ ભારત ગુજરાતનું ટીમનાં પ્રિ-નેશનલ બેડમિન્ટન કેમ્પનું આયોજન દાણી ગ્રુપના સહયોગથી કોલેજ બેડમિન્ટન હોલ, કપડવંજ ખાતે કરવામાં આવ્યું હતું.


સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાતના ખેડા જીલ્લાના સ્પોર્ટ્સ ડાયરેક્ટર અને મુખ્ય બેડમિન્ટન કોચ ડૉ. જગજીતસિંહ ચૌહાણ (સ્પોર્ટસ ડાયરેકટર, પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ, કપડવંજ) દ્વારા આ મનો દિવ્યાંગ ખેલાડીઓને આ આઠ દિવસીય કોચિંગ કેમ્પ દરમિયાન ફિટનેસ અને બેડમિન્ટન સિંગલ્સ અને ડબલ્સ ગેમ્સ ની વિવિધ સ્કીલ જેવી કે સર્વિસ,સ્મેશ, ડ્રોપ,રેલી,ક્રોસ કોર્ટ પ્લે વગેરેની સઘન તાલીમ આપી તૈયાર કરવામાં આવ્યા, આની સાથે સાથે આ મનો દિવ્યાંગ ખેલાડીઓની બેડમિન્ટનના નિયમો પ્રમાણે ડબલ્સની રમતનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.


ટીમના કોચ ડૉ. જગજીતસિંહ એ જણાવ્યું હતું કે આ ખેલાડીઓને “રોજ ત્રણ ત્રણ કલાકના બે સેશન પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી અને ધીરે ધીરે આ ખેલાડીઓ ની મેચ નોર્મલ ખેલાડીઓ સાથે પણ યોજવામાં આવતી હતી. આજે કેમ્પના છેલ્લા દિવસે એવું ચોક્કસથી કહી શકાય કે આ ખેલાડીઓ નેશનલ ગેમ્સમાં મેડલ જીતવા પુરા સક્ષમ બન્યા છે અને મેડલ જીતવા પૂરી રીતે તૈયાર છે.”


આ પ્રસંગે અનંતભાઈ શાહ (મંત્રી, કપડવંજ કેળવણી મંડળ) જણાવ્યું હતું કે “કપડવંજ કેળવણી મંડળ સમાજના શૈક્ષણીક ઉઠાન ની સાથે સામાજિક જવાબદારી પણ સમજે છે અને ભગવાનના સ્વરૂપ સમા આવા દિવ્યાંગ ખેલાડીઓ માટે હર હંમેશા મદદ માટે તૈયાર રહે છે, આ ખેલાડીઓના કેમ્પનું તમામ ખર્ચ મંડળ દ્વારા ઉઠાવવામાં આવ્યુ છે દરેક ખેલાડીઓ શુભકામનાઓ સાથે એક બેડમિન્ટન કિટ ભેટ સ્વરૂપે આપવામાં આવી છે જેમાં રેકેટ,ટી-શર્ટ,શોર્ટ અને શૂઝ વગેરે સમાવિષ્ટ છે જે તેમને સ્પર્ધામાં ઉત્તમ દેખાવ કરવા માટે ઉપયોગી બનશે..


ડૉ.વિકાશ અગ્રવાલ (સ્પોર્ટસ ડાયરેક્ટર SVIT વાસદ) સ્પેશિયલ ઓલમ્પિકસ (ભારત) ગુજરાતના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ સ્પેશિયલ ઓલમ્પિકસના ઉદ્ભવ અને વિકાસની સંપૂર્ણ માહિતી સભાગૃહને આપી હતી.


આ પ્રસંગે ગોપાલભાઈ શાહ, મંત્રી. કપડવંજ કેળવણી મંડળ નીલાબેન પંડ્યા, ડાયરેક્ટર, દાણી ફાઉન્ડેશન; ડૉ.એ.જે રાવલ, આચાર્ય પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ કપડવંજ મૌલિકભાઈ ભટ્ટ, સિ.ઈ.ઓ,કપડવંજ કેળવણી મંડળ,ડીએલએસએસ ના કોચીસ અને ટ્રેનર ઉપસ્થિત રહી ખેલાડીઓને તેમની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવી હતી.

અહેવાલ તસવીર
હરીશ જોશી  કપડવંજ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!