સત્ય વિચાર દૈનિક

ખેડામાં ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો !!

ખેડામાં ફૂડ વિભાગની કામગીરી સામે સવાલો !!

નિયમોનું પાલન ન કરનાર એકમો સામે કાર્યવાહી કરવામાં બેદરકારી કે કઈક બીજું !!

          હાલ કેટલાક સમયથી નકલી , બનાવટી , મિલાવટી અને બિન આરોગ્ય પ્રદ વસ્તુઓ  તેમજ  ખાણીપીણી ધંધા સાથે જોડાયેલા એકમો અને ઇસમો દિન પ્રતિદિન વધતાં હોવાનું અહેવાલોમાં પ્રસિદ્ધ થઈ રહ્યું છે જેનાથી તમામ વાકેફ છે. આવા એકમો માટે FSSAI પ્રમાણ પત્ર હોવું ફરજિયાત હોવાનું જાણવા મળેલ છે અને તેને પેકેઝિંગ કરીને વેચાણ કરતાંને ફરજિયાત તમામ માહિતી ગ્રાહકો વાંચી શકે તે રીતે પ્રિન્ટ કરવી ફરજિયાત હોવા છતાં અમલ કેમ કરતાં નથી તેવા પ્રશ્નો  ઉઠવા પામ્યા છે . જાગૃત નાગરિક દ્વારા રજૂઆત કરવા છતાં તેનો અમલ કે કાર્યવાહી કરવામાં વિલંબ કેમ કરે છે તે વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અધિકારીઓ પોતાને ફરજના ભાગરૂપે કામ કરવાના બદલે કચેરીઓમાં આરામ ફરમાવતા હોય તેવું લાગી રહ્યું છે . તો ક્યારે પોતાની નૈતિક ફરજ માટે મેદાને આવશે !

          ખેડા જીલ્લામાં અંદાજિત 7000 વધુ FSSAI પ્રમાણ પત્ર નોંધાવ્યા હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે તો શું આ તમામ એકમો કે ઉધોગ કરતાં ચુસ્ત પણે નિયમોનું પાલન કરે છે કે નહીં તે જોવાની જવાબદારી કોની  !!

          કેટલાક ડેરી ઉધોગો મનમાં આવે તેમ બ્રાન્ડ નામ સાથે પેકેઝિંગ કરીને વેચાણ કરે છે અને ગ્રાહકો માટેની જરૂરી  FSSAI નિયમ અનુસાર માહિતી પ્રિન્ટ કરતાં નથી છતાં પણ અધિકારીઓ તેઓને છાવરી રહ્યા છે કે શું !! જેમાં દૂધ , છાશ , પનીર , ચીઝ , શ્રીખંડ ,દહી વગેરે … તેમજ કેટલાક પીણામાં  ઉમેરાતું પાણી પણ કેવું હશે તે ચિંતાનો વિષય !!

 

          નમકીન ઉધોગ , ડેરી ઉધોગ , ખાણીપીણી પેકેઝિંગ એકમો , ફરસાણ એકમો આવા કેટલાય એકમો ખુલ્લે આમ તંત્ર ની બીક રાખ્યા વગર વેચાણ કરીને મબલખ નાણાં રળતા હોવાનું સામે આવ્યું !

શું માનવ જીવનને મોંતના મુખમાં જતાં બચાવવાની જવાબદારી કોની ??

ક્યારે અંતરાત્મા જાગશે અને કડક કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું !!

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!