
અહેવાલ તસ્વીર
હરીશ જોશી , કપડવંજ
કપડવંજ, કેળવણી મંડળ સંચાલિત શાહ કે.એસ. આર્ટસ અને વી. એમ. પારેખ કોમર્સ કોલેજ કપડવંજના એનએસએસ યુનિટ દ્વારા શ્રી વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના કલા કૌશલ્ય કેન્દ્ર ના દિવ્યાંગો એ બનાવેલ રાખડી ઓના વેચાણ માટે કૉલેજ માં સ્ટોલ ગોઠવાયો હતો. કાર્યકારી આચાર્ય પ્રોફેસર એ.બી. પંડાના માર્ગદર્શનમાં શ્રી વી.એસ. ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ કપડવંજના દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓના વેચાણ દ્વારા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટેના હેતુથી કોલેજમાં એસેમ્બલી હોલ પાસે રાખડીના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જેમાં કોલેજના સર્વ વિદ્યાર્થીઓ અને સ્ટાફના તમામ સભ્યોએ કુલ 2500/- રૂપિયાની રાખડી ખરીદી દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કર્યા.આ કાર્યક્રમ માં વી.એસ.ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી મહેશભાઇ,હેતલબેન,અને રમેશભાઈએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.કૉલેજના વિદ્યાર્થીઓ દિવ્યાંગ જનોને મદદરૂપ થાય અને દિવ્યાંગો પ્રત્યે જાગૃતિ વધે એ આશયથી સદર કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

