અહેવાલ તસવીર હરીશ જોશી , કપડવંજ
કપડવંજ શહેરની પશ્ચિમે વરાસી નદીના કિનારે વર્ષો જૂનું રણછોડજીનું મંદિર નવા રૂપરંગ સાથે ભવ્ય આકાર લઈ તૈયાર થયું છે આ પ્રસંગે કપડવંજના કાછીયાવાડ વિસ્તારમાં આવેલ રણછોડજી મંદિરથી રણછોડજી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે અનેક સંતો મહંતો સહિત શણગારેલા ગજરાજ અને બેન્ડવાજા સાથે મોટી સંખ્યામાં ભક્તો સહિત શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો જે નગરના રાજમાર્ગો ઉપર ફરી વરાસી નદીના કિનારે પહોંચ્યો હતો .અત્રે ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસનો ભવ્ય કાર્યક્રમ દરમિયાન સનાતન પરંપરા મુજબની યજ્ઞવિધિ સહિતના કાર્યક્રમમાં 100 જેટલા સંતો ગુજરાત અને ગુજરાત બહારથી પણ ઉપસ્થિત રહ્યા છે. આ પ્રસંગે જળયાત્રા થૈ જેમાં હાથી, બગી ઉપરાંત સંત મહાત્માઓ શહેરીજનોને આશીર્વાદ આપ્યા હતા.
મંદિર સાથે સંકળાયેલા સહકારી આગેવાન નવાગામવાળા જયેશ પટેલે જણાવ્યું હતું કે આ પ્રસંગે પ્રભારી મંત્રી રમણભાઈ સોલંકી, મહેસુલ મંત્રી સંજયસિંહ મહિડા, સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્ય રાજેશભાઈ ઝાલા, પૂર્વ ધારાસભ્ય વિમલભાઈ શાહ સહિત અનેક રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેનાર છે. આ પ્રસંગે નરેશદાન ગઢવીનો સંતવાણીનો ડાયરો આકર્ષણનું કેન્દ્ર બનશે.આ સમગ્ર કાર્યક્રમ મહંત શ્રી રામ સ્વરૂપદાસ દિગંબર દ્વારા આયોજન કરવામાં આવેલ છે.


