સત્ય વિચાર દૈનિક

સત્ય વિચાર દૈનિક સુરત એડિશનના તંત્રી કિશોર ઈસામલિયાના પરિવારે ત્રણ ગામ વચ્ચે મોક્ષરથ અર્પણ કર્યો

સત્ય વિચાર દૈનિક સુરત એડિશનના તંત્રી કિશોર ઈસામલિયાના પરિવારે ત્રણ ગામ વચ્ચે મોક્ષરથ અર્પણ કર્યો

અહેવાલ તસવીર
નટવરલાલ ભાતિયા

સ્વ. હિંમતભાઈ ઇસામલિયાની પ્રથમ પુણ્યતિથિએ સેવાકીય કાર્યનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું


દામનગરના ઠાંસા ગામે લોકપ્રિય અખબાર સત્ય વિચાર  દૈનિક  પરિવાર ના મોભી કુશળ કલમ નવેશી પત્રકાર સ્વ. હિમતભાઈ ઈસામલિયા ની પ્રથમ પુણ્યસ્મૃતિમાં ત્રણ ગ્રામ્ય ઠાંસા – મૂળિયાપાટ- સુવાગઢ વચ્ચે મોક્ષ રથનું વાત્સલ્ય મૂર્તિ ગં.સ્વ. લાભુબેન હિંમતભાઈ ઈસામલિયા ના વરદહસ્તે લોકાર્પણ કરાયું. આ લોકાર્પણમાં ધારાસભ્ય જનકભાઈ તળાવીયા, રફીકભાઈ હુનાણી, દામનગર નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઈ નારોલા સહિત ના સમગ્ર પંથકના અગ્રણીઓ સરપંચો, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના હોદ્દેદારો ,પત્રકારોની વિશાળ ઉપસ્થિત રહયા હતા જેમાં ત્રણ ગ્રામ્ય ઠાંસા- મૂળિયાપાટ- સુવાગઢ વિસ્તારો દેહાંવસાન પામેલ વ્યક્તિને અવલ્લ મંજીલ પહોંચાડવા માટે ઉપીયોગી સુવિધા માટે ઉદાર સખાવત કરતા લોકપ્રિય દૈનિક પત્ર સત્ય વિચાર પરિવારના મોભી સદગત સ્વ. હિમતભાઈ ઈસામલિયાના પુત્રો સુરત એડીશન તંત્રી કિશોર ઈસામલિયા, ભગીરથ ઈસામલિયા, કેતન ઈસામલિયા અને પૌત્ર  મિત કિશોરભાઈ ઈસામલિયા પરિવાર ની સેવાકીય ભાવનાએ સમગ્ર પંથક માટે ઉપકાર રૂપ સુવિધા ઉપલબ્ધ બનશે.
લોકપ્રિય અખબાર સત્ય વિચાર દૈનિક પરિવારના મોભી સ્વ. હિમતભાઈની પ્રથમ પુણ્ય સ્મૃતિની અનોખી ઉજવણી કરતા પુત્રો અને સમગ્ર ઈસામલિયા પરિવાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતા અનેક મહાનુભવો એ સત્ય વિચાર દૈનિક પરિવાર ની ઉદત અને સત્ય ભાવનાની સરાહનીય સેવાને બિરદાવી હતી. સજ્જન વ્યક્તિ ગામના પાદર માં ઉભેલા ઘટાટોપ વૃક્ષ સમાંતર હોય છે સમયાંતરે ફળ અને છાયો આપતા સ્વ.હિમતભાઈ ઈસામલિયા સદેહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ જન માનસ જીવંત સદગત ની સ્મૃતિ ઓને અવિરત રાખતા તેમના પુત્રોના સામાજિક ઉત્તરદાયિત્વ ઉતમ ગણાવતા અગ્રણી વિશાળ સંખ્યામાં લોકાર્પણ પ્રસંગે હાજરી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!